ગુજરાત સરકારમાં રીટાયર્ડ થયા બાદ પણ પેન્શન, મકાન ,ગાડી, બંગલો તમામ સુખ-સુવિધાઓ હોવા છતાં મેં અભી ભી જવાન હૂં, તેમ રિટાયર્ડ બાદ નોકરી માં પગચંપી કરીને અને ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર ની મલાઈ તારવવા હલવાસનોને પાછા લઈ આવે છે, ત્યારે દૂધમાંથી મલાઈ, મલાઈ માંથી ઘી, તારવવા માં હોશિયાર અધિકારી બાબુઓને રીટાયર્ડ બાદ તેમના વગર તંત્ર નું પાંદડું ન હલે તેમ પાછા નિમણૂક દર વર્ષે આપી દેવામાં આવે છે, ત્યારે નિવૃત કર્મચારીના ખંધા ઉપર બંદૂક ફોડી ને મોટો ભ્રષ્ટાચાર આચરવા નું આખી ટીમ તૈયાર થયેલી છે.તયારે GJ-18 ખાતેના પાણી પુરવઠા – ગટર વ્યવસ્થા વોર્ડમાં આઉટસોર્સિંગથી કે કરાર આધારિત રીતે કામ કરતા નિવૃત કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કર્યો હતો. છુટ્ટા કરવાનાં રાજ્ય સરકારે કરેલ ર્નિણય નું કારણ શું ? ત્યારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ખોટી રીતે નિવૃત્ત કર્મચારીઓને લેવાયા હોવાના દાવા સાથે મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ને રજૂઆત કરાતાં આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે અરજીના દાવામાં બોર્ડમાંથી ૬૪ અધિકારી – કર્મચારીઓને આઉટસોર્સિંગથી નિમણૂક આપવાનો ઠરાવ થયેલો છે.
પા. યુ.ગ.વ્ય. બોર્ડ દ્વારા, જલ સે નલ યોજના અમલીકરણ બાબતે અનુભવી સ્ટાફ ની રજૂઆત નું કહીને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી દરખાસ્ત મંજુર થાય તે માટે આગળ ધપાવવામાં આવે છે. અને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ફાઈલ ક્યાં પહોંચી ? ક્વેરી છે ,કે નહીં ? તે તમામ ધ્યાન રાખતા હોય છે, ત્યારે ફાઈલ ક્લીયર થાય એટલે નિવૃત્તિ ટેકનિકલ- નોન ટેકનિકલ કર્મચારીઓને પુનઃ ચાલુ રાખવા મુખ્યમંત્રી ને ઉલ્લુ બનાવીને અને લલ્લુઓ કામ કરાવવા આ કર્મચારી વગર તંત્ર ચાલે નહીં, અને પાંદડું પણ ન હલે તેવો માહોલ ઉભો કરવામાં આવે છે. ઠરાવમાં નકશાગાર નો સમાવેશ કરાયો છે, તે શાખા વર્ષો પહેલા બોર્ડ દ્વારા બંધ કરાઈ હતી. ત્યારે નિમણૂક પામેલા ૬૪ અધિકારી કર્મચારી ઓની નિમણુક ફિલ્ડમાં કરાઈ છે,કે નહિ તેની નિમણૂંક ના આદેશની નકલ માંગાવવા અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.