ગુજરાત ટાઇટન્સ ટીમનું હોટલ હયાતમાં પુષ્પો દ્વારા હાર્દિક સ્વાગત
હોટલ બુકીંગ અને ફલાઇટ બુકીંગમાં પણ મોટો વધારો : ફાઈનલ મેચ પૂર્વે 50 મીનીટનો પૂર્ણાહુતિ સમારોહમાં એ.આર. રહેમાન અને રણવીરસિંહ સામેલ થશે
56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઇંગ કરાશે. 23 પ્લોટ ફોર વ્હીલર, 8 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે છે. ઓનલાઇન પાર્કિંગ લેવામાં આવશે.’
અમદાવાદ
આઈપીએલની ગ્રાન્ડ ફાઈનલ આગામી તા. 29મીએ પ્રથમ વખત અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાવાની છે. સવા લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ છે.પ્લેઓફની ચારેય ટીમ નક્કી થઈ છે. IPLની નવી ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ક્વોલિફાયર-1 જીતીને અત્યારે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર 27 મેએ અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ સામે થશે. તેમાં જે ટીમ જીતશે તે 29 મેએ ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
હાલ ટીમ હોટલ હયાતમાં રોકાશે. હોટલમાં આગમન વખતે તમામ ખેલાડીઓનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી મેચ 29 મેના રોજ રમાવવાની હોવાથી ખેલાડીઓને આરામ મળશે.ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અમદાવાદમાં પોતાના પુત્ર અગત્સ્યા અને પત્ની સાથે પહોંચ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો હાથ પકડી પુત્ર અગત્સ્યે હોટેલમાં પ્રવેશ કર્યો હતો. બંને વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યું હતું. આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર અગત્સ્યા હાર્દિક પંડ્યા સાથે જ રહેવા માગતો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મેના રોજ IPL મેચમાં હાજરી આપશે.હોટલ બુકીંગ અને ફલાઇટ બુકીંગમાં પણ મોટો વધારો થયો છે.મુંબઈ-દિલ્હી-બેંગ્લોર-જયપુર અને લખનૌનાં ટીકીટ ભાડા લગભગ ડબલ થઇ ગયા છે. 11,500થી 16,500ના ટીકીટ ભાડા થયા છે. એમ માનવામાં આવે છે કે સવા લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઈનલ જોવા આવનારા 25,000 જેટલા દર્શકો ગુજરાત બહારના હશે. ફલાઈટ ભાડા ઉપરાંત હોટલ ભાડામાં પણ વધારો થઇ ગયો છે.
ક્રિકેટ અને બોલીવુડનું સંગમ થવાનું છે. ફાઈનલ મેચ પૂર્વે 50 મીનીટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો છે જેમાં 300 કલાકારો ભાગ લેવાના છે.એ.આર. રહેમાન અને રણવીરસિંહ ક્લોઝીંગ સેરેમનીમાં સામેલ થવાના છે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસમાં જણાવ્યું હતું કે એક રોડ બંધ કરી ડાયવરઝન આપવામાં આવ્યો છે જનપત ટી થી મોટેરા સુધી રોડ બંધ રાખવાં આવશે.ખેલાડી લઈ જવા માટે અલગ રોડ રાખેલ છે. 1.10 લાખ લોકો આવના હોવાથી રોડ પર ટ્રાફિક જામ ન થાય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે. ક્રિકેટ પ્રેમી મેચ જોવા આવે તો અવર જવર માટે સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસની અપીલ છે .56 બીઆરટીએસ અને 60 એએમટીએસ રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહન ટોઇંગ કરવામાં આવશે
8 પ્લોટ ફોર વહીલર માટે તેમજ 23 પ્લોટ ટુ વહીલર પાર્કિગ માટે રાખવામાં આવ્યા છે ઓનલાઇન પાકિગ લેવામાં આવશે..
લોંખડી પોલીસ બંદોબસ્ત
4 ડી.આઈ.જી રેન્ક અધિકારી , ૪૭ એસ.પી,૮૪ ડીએસપી,૦૩ કયું.આર.ટી ની ટીમ,૨૮ એસ.આર.પી.એફ,૨૮ બોમ્બ સ્કવોડ,૨૨૨ પી.આઈ,૬૮૬ પીએસઆઈ3,૩૪૬ કોન્સ્ટેબલ અને ૮૨૪ મહિલા પોલીસ.
6 વાગ્યા પછી 11 વાગ્યા સુધી મોટેરા સેડીયમ આઇપીએલ મેચમાં પોલીસ બંદોબસ્ત
17 DCP કક્ષાના આધિકરીઓ રહેશે
1.20 લાખ લોકો મેચ નિહાળશે
28 ACP, 91 પીઆઇ, 268 PSI, 5000 PC, 1000 હોમગાર્ડ, 3 કંપની SRP બંદોબસ્તમાં રહેશે
અમદાવાદ શહેર અને બહારની પોલીસ ફોર્સ મળી લગભગ 10 હજાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તહેનાત રહેશે.
ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડા
આ અંગે ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ‘કોઇ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે ચુસ્ત વ્યવસ્થા ઊભી કરી દેવાઇ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન કરાયો છે. જનપત ટીથી મોટેરા સુધીનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે ખેલાડીઓને લઈ જવા માટેનો રોડ અલગ રહેશે.’ સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. 56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઇંગ કરાશે. 23 પ્લોટ ફોર વ્હીલર, 8 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે છે. ઓનલાઇન પાર્કિંગ લેવામાં આવશે.’