રીટાયર્ડ બાદ કોઈ માનવીને કામ ન મળે તો બેબાકળો થઈ , પણ હા, ફિલ્ડમાં ફરેલા હોય, લારીગલ્લા ની ચા ની ચૂસકી મારેલી હોય, દરેક જગ્યાએ મેવા નહીં પણ સેવાના આશયથી જ કામ કરનારા ૭૫ વર્ષ પછી એ યંગ ની જેમ કામ કરી રહ્યા છે. ત્યારે સિનિયર સિટીઝન એવા દિનેશ કાકા નામ પ્રમાણે ગુણ છે.દિ-નેશ, દીકરો હોય કે દીકરી સૌના માટે કામ કરે, અને પોતે ભલે નેસડા માં બેસે એનું નામ દિનેશ, ત્યારે આ આપણા GJ-18 ના એન્ગ્રી યંગમેન એવા દિનેશ કાકા સિવિલ, કોર્ટ, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, સચિવાલય, ગમે ત્યાં મળી આવે, પણ પોતે આવ્યા હોય કોઈના કામ લઈને, સેવાભાવી સંસ્થા તરીકે પ્રચલિત કાકા પોતે વિધવા, ત્યકતા,અભણને જે લાભો મળતા હોય તે માટે ફોર્મ ભરી આપે, સેવા એટલે દાન કરવાથી જ સેવા કહેવાય, એવું નથી, પણ બેંકમાં ખાતું ખોલાવવું હોય, ફોર્મ ભરતા આવડે નહીં, પેન હોય નહીં,તો દિનેશ કાકા સેવામાં હાજર,કોઈ વકીલ,ડોકટર,સિવિલનો કર્મચારી ન ઓળખતો હોય એટલે નાતબર, ત્યારે સિવિલમાં પણ સેવા આપે, દવાની જરૂર હોય તો મદદરૂપ થવા એક્યા બીજા કારણે મદદરૂપ થતા હોય છે. કોર્ટમાં એફિડેવીટ કરાવવું હોય તો વ્યાજબી ફી લેશો એમ કહીને નોટરી ને પણ જણાવે , સવારથી ચાલતા નીકળે અને ઘણીવાર વ્હીકલ લઈને નીકળે, પણ હસતો ચહેરો અને બોલકણો ચહેરો, કામ પબ્લિકના કરે, વર્ષોથી રાજકારણમાં ખરા પણ બહારથી, પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, કમિશનર સુધી પોતે અરજદારને લઈ જાય, બહારગામથી આવતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ, વ્યાજબી ભાવે ક્યા મળશે, તે માહિતગાર કરે, ત્યારે દરેક કાર્યક્રમ હોય તો તેમની હાજરી હોય, મોઢેથી આમંત્રણ આપ્યું હોય અને કંકોત્રી આપવાની ભૂલી ગયા હોય તો પણ દિનેશ કાકા માંડવે જઈને કહે કે ભાઈ કંકોત્રી આપવાનું ભૂલી ગયો હતો, ક્યારેય ખોટું ના લગાડે, પોતે કહે કે, કંકોત્રી આપી હોય તો સૌ આવે, પણ મિત્ર ભૂલી ગયો હોય તો સામેથી જવું જ પડે, તેવો કાકા સ્વભાવ ધરાવે છે.
GJ-18 ની કાયાપલટ થી લઈને ખેતરો હતા, ત્યાં તમામ ઇતિહાસ કહે,તથા GJ-18 ના રાજકારણી હોય કે મોટા અધિકારી, બિલ્ડરોની પણ કરમ કુંડળી પૂછો એટલે તેમની પાસે મળી આવે, સેવાનું કામ હોય તો પ્રથમ આંગળી ઉંચી કરી ને ચાલતા દિનેશ કાકા એવા દિનેશ બ્રહ્મભટ્ટને પ્રજાના તથા જરૂરિયાતમંદ માટે જે સેવા કરે છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ત્યારે લગે રહો મુન્નાભાઈ ની જેમ દિનેશ કાકા હર હંમેશા સેવાના કામમાં દોડતા જ હોય છે, ત્યારે સેન્ચ્યુરી મારો તેવી સૌ કોઈની લાગણી,