વેશ્યા ગૃહમાં પોતાની મરજીથી લોહીનો વેપાર કરતી રૂપલલના સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અયોગ્ય ઠેરવી નસહમતીથથી બાંધેલા શરીર સંબંધને ફોજદારી ગુનો ન બનતો હોવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. ત્યારે વૈવાહિક સંબંધ અંગેનો ગુચવણ ભર્યો મુદો ઉપસ્થિત થયો છે. પત્નીની અનઇચ્છાએ બાંધેલા શરીર સંબંધને બળાત્કાર ગણવો કે નહી તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
સેકસ વર્કર અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ અંગે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીસ એલ નાગેશ્ર્વરરાવ, બી.આર.ગવલ અને એ એસ બોપન્નાની બેન્ચ સમક્ષ સુનાવણી નીકળી હતી. આ મુદે ત્રણેય વરિષ્ટ જસ્ટીશ દ્વારા રૂપજીવીના સામાજીક જીવન ધોરણ, તેની ગરીમા અને તેમના બાળકો માટે કંઇ રીતે કેર કરવી તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને મિડીયા દ્વારા ઓળખ છતી કરી રૂપલલાને બેઆબરૂ કરવાના થતા પ્રયાસ સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી.
બંધારણના અનુચ્છેદ ૨૧ની જાેગવાય મુજબ પુક્ત વ્યક્તિ પોતાની સહમતી અંગેના સ્વતંત્ર હક્ક આપવામાં આવ્યા છે. વ્યક્તિ પોતાની મરજી મુજબ સ્વતંત્ર રીતે જીવી શકે છે. રૂપજીવીનીઓને સમાન કાનૂન સુરક્ષા મેળવવાનો અધિકાર છે. આ મામલે ઉમર અને પરપર સમજુતિ બંધાયેલા શરીર સંબંધ ગુનો નથી. આ જાેગવાયને જાેવામાં આવે તો વેશ્યાગૃહમાં લોહીનો વેપાર કરતી રૂપલલના પોતાની સહમતી હોય ત્યારે તે પોતાની મરજી મુજબની વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધી શકે છે. રૂપલલના પોતાની મરજી મુજબ શરીર સંબંધ બાંધે ત્યારે તેને કોઇ બાધ નડતો ન હોવાની જાેગવાય હોવા છતાં પોલીસ દ્વારા વિના કારણે અડચણ ઉભી કરી કાયદાકીય કાર્યવાહી કરી હેરાન, પરેશાન કરી ગુના નોંધવામાં આવે છે તે અયોગ્ય ઠેરવામાં આવ્યા છે.સેકસ વર્કરને પોલીસ અને સમાજ સુગની નજરે જાેઇ રહ્યા છે ત્યારે રૂપલલના ફરી સભ્ય સમાજમાં ગરીમા અને માનભેર જીવી શકે તેવો કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો છે. અને તેનો તમામ રાજય સરકાર દ્વારા અમલ કરવો ફરજીયાત ગણાવવામાં આવ્યો છે.
વેશ્યાગૃહમાં દેહના સોદા કરતી રૂપલલના પોતાની મરજી મુજબ શરીર સંબંધ બાંધે તે ગેર કાયદે નથી તો પોલીસ દ્વારા કેમ ધરપકડ કરવામાં આવે છે અને દંડ કરી ખોટી રીતે હેરાન કરે છે તેવો સવાલ કરી પોલીસની કાર્યવાહી પર રોક લાવવા હુકમ કર્યો છે. રૂપજીવીનીઓને સન્માન જનક રીતે જીવવાનો હક્ક છીનવવાનો પોલીસને કોઇ અધિકાર કે સત્તા ન હોવાની ચુકાદામાં સ્પષ્ટતા કરી છે. રૂપજીવીનીઓ પોતાની સહમતિથી શરીર સંબંધ બાંધે ત્યારે પોલીસે આવા સંજાેગોમાં કાનૂની કાર્યવાહી કરવી ન જાેઇએ બંધારણના આટિકલ્સ ૧૪૨માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલા વિશેષ અધિકારથી આ હુકમ જારી કર્યો છે.રૂપજીવીન પોલીસમાં ફરિયાદ નોંધાવે ત્યારે તેની સાથે કોઇ ભેદભાવ ન દાખવવો જાેઇએ તેની પફરિયાદ સાંભળી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે. બંધારણના આમુખમાં જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, દેશના તમામ નાગરિક માટે સમાન કાયદો અને સમાન ન્યાય મુજબનો નિયમ રૂપજીવીનીઓને પણ મળવો જાેઇએ, રૂપલલનાઓ જાતીય સતામણીનો ભોગ બને ત્યારે તેને મેડિકલ અને કાનૂની સહકાર અને સહાય કરવા ચુકાદામાં જણાવ્યું છે.વેશ્યાગૃહમાં પોલીસ દ્વારા દરોડો પાડે ત્યારે રૂપજીવીની દ્વારા પોતાની મરજીથી દેહના સોદા કરતી હોય ત્યારે તેની ધરપકડ કરવી ન જાેઇએ, પોલીસ મથકે લાવી બીન જરૂરી અશોભનીય ભાષામાં થતા ગેર વર્તન ન થવા જાેઇએ તેના સેકસ વર્કરના બાળકોને તેની માતાથી અલગ ન કરવું જાેઇએ, સેકસ વર્કરના બાળકોને મુળભૂત સુરક્ષા અને ગૌરવ પૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. કોઇ સગીર વેશ્યાગૃહમાં રહેતો હોય અથવા સેકસ વર્કર સાથે રહેતો હોય તેને તસ્કરી ન ગણવો જાેઇએ તેવો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. અને સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકારને આગામી સાત સપ્તાહમાં તેનું વલણ સ્પષ્ટ કરતો જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.
રૂપપલલનાની ગ્રાહક સાથેની મિડીયામાં તસવીર પ્રસિધ્ધ કરવામાં આવે તો તેની સામે આઇપીસી કલમ ૩૫૪(સી) હેઠળ કાર્યવાહીનો હુકમ લોહીનો વેપાર કરી ગુજરાન ચલાવતી રૂપલલનાઓને સોસાયટીમાં રહેવું મુશ્કેલ ન બને અને સમાજ તરછોડે નહી તે માટે બેઆબરૂને વધુ બેઆબરૂ ન કરવા પોલીસ અને મિડીયાને આદેશ કરતો હુકમ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
કુટણખાના અંગે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહાર ન કરવા અને રૂપજીવીજીનીની માન મર્યાદા જળવાય રહે તે માટે મિડીયામાં બલર કરેલી તસવીર પણ પ્રસિધ્ધ ન કરે તેમજ તેણીની કોઇ પણ પ્રકારની ઓળખ ન જાહેર ન કરે તેની તકેદારી રાખે તે અંગે સુપ્રીમ કોર્ટે આદેશ કરી અખબાર અને ચેનલના માધ્યમથી રૂપલલનાના ગ્રાહકો સાથેની તસ્વીર જાહેર કરે ત્યારે તેમની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવા હુમક કરવામાં આવ્યો છે.
લોહીનો વેપાર છોડી આબરૂદાર જીંદગી જીવવા ઇચ્છતી રૂપલલનાને પુનઃર્વસન માટે માનભેર જીંદગી જીવી શકે અને તેની ગરીમાન જાળવવા ઓળખ છુપાવી શકવા અંગે ચર્ચા થઇ હતી આ ઉપરાંત રૂપજીવીની વૈશ્યાવૃતિનો વ્યવસાય પણ માનભેર ચોકકસ શરત સાથે કરી શકે તે અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીશ એલ.નાગેશ્ર્વર રાવ, બી.આર.ગાવલ અને એ એસ બોપનના સમક્ષ સુનાવણી નીકળી હતી.
રૂપજીવીનીઓનું માનવીય શિષ્ટાચાર અને ગૌરવનું રક્ષણ તેમના બાળકોના ભણતર અંગે જરૂરી કેર કરવી તેમના સન્માન અને જરૂરી લાભની તક સાથે જીવવાના અધિકાર મળી રહે તે જરૂરી જણાવી સુપ્રીમ કોર્ટ દ્વારા રૂપલલનાઓને પોલીસ પકડે ત્યારે તેમના પ્રત્યે સહાનુભૂતિ સાથે સંવેદનાથી જાેઇ તોછડુ અને અપમાનજનક વર્તન ન કરે અને તેમની ઓળખ જાહેર ન થાય તે માટે પોલીસ અને મિડીયા દ્વારા તકેદારી રાખવા સ્પષ્ટ આદેશ કરી રૂપજીવીનીઓને બેઆબરૂ કરી ગ્રાહક સાથેના સેકસ વર્કરના ફોટા જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રતિબંધનો ભંગ કરતા ઇલેકટ્રોનિક મિડીયા સામે સખ્ત કાર્યવાહી કરાવા આઇપીસી કલમ ૩૫૪ (સી) હેઠળ કાર્યવાહી કરવા મહત્વનો ચુકાદો આપ્યો છે. કોઇ પણ રૂપજીવીન જાતીય હુમલાનો ભોગ બને ત્યારે રૂપલલનાને સાંભળી કાયદાકીય માર્ગ દર્શન આપવા ચુકાદામાં જણાવ્યું છે.