GJ-18 મનપા દ્વારા પાર્કિંગની સમસ્યા નિવારવા માટે પાર્કિંગ પોલીસી અને તેના પેટા નિયમો બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગ પોલીસી પણ તેના પેટા નિયમોમાં જાહેર રસ્તાઓ પર વાહન પાર્કિંગ કરવા માટે વાહન પ્રમાણે તથા વિસ્તાર પ્રમાણે ચાર્જ વસૂલવા અને પ્રજાનાં ખિસ્સાં ખાલી કરવા આ યોજના આવી છે .ત્યારે સેક્ટર ૧૭ /૨૨ થી લઈને ઘ-૫ ના વિસ્તારો, સેક્ટર- ૧૧ જે પાર્કિંગ લોકોએ બનાવીને દુકાનો ચણી દીધી છે અને સરકાર ની જગ્યા માં હવે પાર્કિંગ બનાવવાની વાતો કરતા હોય તો સરકાર ની જમીન મફતમાં પાર્કિંગ પાર્કિંગમાં જતી રહે અને બિલ્ડરો માલામાલ થાય તે ઘાટ સર્જાયો છે.
ય્ત્ન-૧૮ ખાતે અનેક ફ્લેટો, દુકાનો, કોમ્પ્લેક્ષમા પાર્કિંગ નકશા માં બતાવ્યા બાદ બિલ્ડરો દ્વારા ભોયરામાં દુકાનો બનાવી ને લોકોને પધરાવી દીધી છે, ત્યારે ટ્રાફિક મય એવા ઘણા જ વિસ્તારો હવે સરકારી જગ્યા ગોતીને સેટિંગ ડોટ કોમ ચાલી રહ્યું છે કારણકે પાર્કિંગની જગ્યામાં હવે દુકાનો બની જતા અને મોટા ભાગના વાહનો રોડ, રસ્તા પર પાર્ક થતા રહે છે ,જેથી ટ્રાફિક મય પ્રશ્નો બની જાય રહ્યા છે, ત્યારે મનપા દ્વારા પાર્કિંગ પોલીસી ની વાતો છે, તેમાં હજુ સુધી કોઈ ફરફરિયુ રજૂઆતનુ આવ્યું નથી, ક્યાંથી આવે? ઘણા જ બિલ્ડરો તો પાર્કિંગમાં દુકાનો, ઘણી જગ્યાએ પાર્કિંગની જગ્યા લાખોમાં ભાડે આપેલી હોય, ત્યારે નવી પાર્કિંગ પોલીસી આવે તેમાં સરકારની જગ્યામાં ચૂનો ચોપડયા જેવી વાત છે, ત્યારે સેક્ટર- ૧૧ ખાતે હાલ પાર્કિંગ બનાવ્યા, તેમાં ફાયદો કોને ? સરકારને કરોડોની મહામુલી જમીન ઘસાઈ ગઇ જેવો ઘાટ? બિલ્ડરો થયા માલામાલ ?
મનપાની વેબસાઈટ દ્વારા ૪ જૂન સુધીમાં પોતાના સુચનો મોકલવા પણ જણાવ્યું છે. ત્યારે સુચનો આવ્યા નથી પણ વેપારીઓ જે ગેરકાયદેસર દુકાનો ખરીદીને બેઠા છે ,તે તંત્ર સાથે સેટીંગ ડોટ કોમ થયું હોય તેમ પાર્કિંગ નો પ્રશ્ન ઉકેલાઈ જાય એટલે દુકાનનું લફરૂ પુરૂ, ત્યારે આ પોલીસીથી ફાયદો પ્રજાને નહીં ,બિલ્ડરને અને જે ગેરકાયદેસર દુકાનો ખરીદી છે ,તે વેપારીઓને અને જેમણે નવી સ્કીમો ટોપલા ભરીને લાવ્યા છે, તેમાં પાર્કિંગ સરકારી જગ્યામાં ઉભુ કરાવી ,માર્જિનની જગ્યા માં માલામાલ બનવાનું હોવાનું ચર્ચાએ જાેર પકડયું છે.