તસવીરમાં કાકા પોતે નાની ચીજ વસ્તુઓ વેચીને પેટિયું રળી રહ્યા છે. પાપી પેટકા સવાલ હૈ, જીવનમાં મહેનત કરીનેશ અધમુવા થઈ ગયા પણ ઘણીવાર પરિવાર માટે એટલું વધુ કરવા છતાં ક્યારેય જીવનમાં વિસામાં મળતો નથી. ત્યારે હંમેશા સીનીયર સીટીઝન એવા ૬૦થી વધારે વધારે વય વટાવેલા નાનોમોટો ધંધો કરતાં જાેવા મળે છે. આ લોકો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો, ઢળતી ઉંમરે ઘરમાં ક્યારેય બોઝ બનવા નથી માગતા આલોકો, હું ભલું અને મારું બજાર ભલું, જે ઘરમાં મદદરૂપ થવાય તે, ત્યારે આ ઉંમરે ઓટલા અને મંદિરમાં બેસીને ગામની લવરી કરતા બજાર ભલુ, પણ ઘણીવાર મોંઘવારીના કારણે દીકરા- વહુઓ રોટલા આપવા સક્ષમ નથી હોતા, તો શું કરે ? ત્યારે નાની ચીજ વસ્તુઓ વેચીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે, આ લોકો કમાવવા એટલા માટે આ ઉંમરે નથી આવતા કે બચ્ચન, અંબાણી, અદાણી, ટાટા ,બિરલા ની બાજુમાં બંગલો ખરીદવા અને જુહુ ચોપાટી માં ફરવા જવાય, પણ જીવનના છેલ્લા ક્ષણ સુધી જે ઘરમાં મદદરૂપ થવાય એ તે માટે સરકારી કચેરીઓમાં ફરી ફરીને વેચીને પોતાનું ગાડું ગબડાવે રાખે છે.
દેશમાં શાકમાર્કેટ, નાની દુકાનોમાં જાેશો તો મોટી ઉંમરના લોકો હજુ કામ કરીને ઘરમાં મદદરૂપ થતા હોય છે. ત્યારે આ લોકો પાસે ખરીદવાનો ખાસ આગ્રહ રાખો, ઢળતી ઉંમરે તેમનું કોણ ? મંદિરમાં પૈસા નહીં નાખો તો ચાલશે, ભિખારી ને પૈસા નહીં આપો તો ચાલશે, આવી વ્યક્તિ પાસેથી કંઈક નાની રકમ નું ખરીદશો તો પણ દુઆ મળશે, સેવાના ઘણા જ પ્રકારો હોય છે, ત્યારે આ પણ એક સેવા જ છે. આજે દરેક શહેરમાં મોટામાં મોટા મોલો એ સ્થાન લઈ લીધું છે, ત્યારે કરિયાણા થી લઈને અનેક ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ માખીઓ મારી રહ્યા છે, ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે, દેશમાં ફક્ત એક ભારત એવો દેશ છે, જ્યાં તમામ જગ્યાએ ચીજવસ્તુઓ આસાનીથી મળી શકે ,ત્યારે હવે નાના ધંધાર્થીઓ ઉપર પણ તરાપ પડી છે, કપડા ને થિંગડું મારી શકાય છે, પેટને નહીં, પેટનો ખાડો પુરવા બધું જ કરવું પડે, પેટ કરાવે વેઠ, ત્યારે મોટા ગજાના નેતાઓ ૭૦થી ૮૦ વટાવી ગયાં છતાં રિટર્ન થતાં નથી આ લોકો ગમે તે ઉંમરે નાનો સરખો ધંધો કરે તો વાંધો શું હોઈ શકે ? બાકી નાના ધંધો કરનારા કોઈ અમીરો, કરોડપતિ બન્યા નથી, ઘરનો ખર્ચ ચાલે એટલે બસ,જે દૂધ, શાકભાજીના નીકળ્યા, ત્યારે આવા નાના શ્રમજીવીઓ પાસેથી ખરીદી ને કોઈ જ ભાવ ના કરાવશો ,એકાદ રૂપિયો વધારે જશે તો મનથી રાજી થશે, મોટી હોટલો,રેસ્ટોરન્ટમાં જઈને જમ્યા બાદ વેઇટરને ટીપ આપી ને જે વટ બતાવી છીએ, તે વટ અહીં બતાવો, કુદરતના ચોપડે ચિતરાવવાનું રાખો, માનવના હૃદયથી પૂકારેલી દુઆ કુદરત ના ચોપડે ચિતરાઈ જાય છે, ત્યારે ઘરડા પાસે ખરીદવાનો આગ્રહ રાખો તેવી દરેક ની લાગણી છે.