ગુજરાત પોલ્યુશન બોર્ડના વિવાદાસ્પદ સભ્ય સચિવ અનિલ વી. શાહ ને ગુરુવારે ગુજરાત સરકારે નીચલી પાયરી પર ઉતારી ને શાહ સામે વિભાગીય તપાસ પણ સોંપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઔદ્યોગિક એસોસિયેશનના ના કેટલાક અગ્રણીઓની ગંભીર ફરિયાદો બાદ શાહ ને ડીગ્રેડ કરીને પોરબંદરની પ્રાદેશિક કચેરી માં સિનિયર પર્યાવરણ ઇજનેર તરીકે સરકારે તાત્કાલિક જાહેર હિતમાં બદલી કરી દીધી છે.આ ભ્રષ્ટ એ. વિ. શાહનો મામલો છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો હતો અને આજે બદલી થઈ તેમાં પણ સી.એમ કાર્યાલય સુધી તેની નોંધ લેવામાં આવી હતી.
GPSB માં શાહની નીતિ – રિતી ના કારણે કેટલાક પ્રમાણિક અધિકારીઓનાં રાજીનામું આપવાના મૂડમાં હતા. જેથી સરકારે ત્વરિત પણે પગલાં લઈને નવા સભ્ય સચિવ તરીકે સ્વચ્છ છબી ધરાવતા દેવાંગ ઠાકરને વધારાનો હવાલાઉ આપતી નિમણુક આપી.GPSB ની ખરડાયેલી છબી સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં નદીઓના પ્રદૂષણના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જી.પી.સી.બી.ના અધિકારીઓ ને કેમ સજા થતી નથી તેમ કહી ને આકરી ટીકા કરાઈ હતી. શાહ સામે છ મહિના પહેલાથી કેટલીક કોર્ટે બેદરકારી દાખવવા ના મામલે અમદાવાદ ,વડોદરા ,સુરત વગેરે શહેર ના પ્રોસેસિંગ હાઉસ અને એકમો મૂદે વિવાદાસ્પદ ફરિયાદો શરૂ થઈ હતી. આ મામલે જી.પી.સી.બી.ના તત્કાલીન ચેરમેન સંજીવ કુમાર તરફથી અંદરખાને સરકારને એક રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. તેના આધારે પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ને છેવટે બદલી કરવાની ફરજ પડી હતી.સમગ્ર મામલો વડાપ્રધાનના કાર્યાલય સુધી પહોંચ્યો હતો.શાહની બદલી કરાતા કેટલાક જાણકાર વર્તુળોએ તેમની સામે ફરિયાદ હોવાથી મોડા મોડા પણ સરકારે પગલાં લીધા નો સંતોષ વ્યક્ત કર્યો હતો અને વન અને પર્યાવરણ વિભાગના અધિક સચિવ દ્વારા સભ્ય સચિવ અનિલ વી. શાહ ની તાત્કાલિક બદલી જાહેર હિતમાં કરવાના આદેશ કરતો હુકમ જારી કરાયો હતો.
આ સિવાય અન્ય ગંભીર પ્રકારની ફરિયાદો પણ શાહ વિરુદ્ધ માં થયેલ હતી.રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દર બીજા દિવસે જી.પી.સી.બી.ના તત્કાલીન ચેરમેન/ એમ.ડી/ સંજીવકુમાર અને સરકારમાં ફરિયાદો આવતી હતી. તેઓએ ઉદ્યોગ ગૃહો સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે .
આ ઉપરાંત અમદાવાદના પીરાણા માં નવેમ્બર ૨૦૨૦ માં એક ગોડાઉન માં થયેલા કેમિકલ બ્લાસ્ટમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે સુરતમાં હજીરામા એપ્રિલ ૨૦૨૧ માં થયેલા ધડાકામાં ૬ વ્યક્તિઓના મોત નિપજયા હતા.આમા પણ સસ્પેન્ડેડ નોડલ ઓફિસર હોવાનું ખુલ્યું હતું. એ. જે. શાહના ભ્રષ્ટાચારમાં ભાગીદાર એવા પરાગ દવેએ મોટી હપ્તા ખોરી બાંધી આપવામાં સરળતા રહે તે માટે એ . જે. શાહે તેમની નિમણૂક કરી હતી. આમ બે મહા ભ્રષ્ટાચારીઓના કારણે છ જેટલા શ્રમજીવીઓ મોતને શરણ થયા હતા.