રથયાત્રા પૂર્વે શહેરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો પકડ્યા

Spread the love

કાર્ટીઝો નંગ-પર૬ તથા પિસ્ટલ નંગ-૬ સાથે ૩ ઇસમોને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીકની નાસતા ફરતા આરોપીઓ તથા હથિયારના કેસો શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સૂચના આપી તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.દેસાઇ. તથા પો.સ.ઈ. આઇ.એસ.રબારી દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ. દરમ્યાન સ્ટાફના એ.એસ.આઇ. ઇદરીશખાન સામતખાનને તા. ૨૬/૦૫/૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે મોહમદ સાજીદ ઉર્ફે લાલો 5/0 મોહમદ અસલમ નિયાજુનિ જાતે શેખ ઉવ.૩૪ રહે. મ.નં. બી/૧૦, મોઇન પાર્ક, સમા સોસાયટી પાસે, જુહાપુરા, અમદાવાદ શહેર મુળવતન ગામ:- બાગવાલે જી.બદાયુ, ઉતરપ્રદેશ નાને તેના ઘરેથી ઝડપી લઇ આરોપીના ઘરની ઝડતી તપાસ દરમ્યાન દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૪ તથા કાર્ટીઝના બોક્ષ નંગ-૨૧ ( કાર્ટીઝ નંગ-૪૨૦) તથા છુટક કાર્ટીઝ નંગ- ૯૬ મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.

સદરી આરોપીની વધુ પુછપરછ કરતા પોતે અગાઉ ખુન, દુષપ્રેરણ તથા હથિયારોના કેસોમાં પકડાયેલ છે. ઉપરોકત હથિયારો મધ્યપ્રદેશ ભોપાલ શહેરમાં રહેતા પોતાના મિત્રો ફરીદ દિલાવરભાઇ અજમેરી (પીંજારા) તથા હૈદર પઠાણ નાઓ પાસે મંગાવેલ. ચારેક મહિના પહેલા તેઓ બંન્ને અમદાવાદ ખાતે આવી હથિયારો વેચીને ગયેલ, તેમાથી સરખેજ ખાતે રહેતા ઇદરીશ ઉર્ફે ઇદુને તથા વેજલપુર ખાતે રહેતા મોહમદ મહેબુબ ઉર્ફે આરીફ શેખને હથિયારો આપેલ છે. તેમજ પોતે અગાઉ સાબરમતી સેન્ટ્રલ જેલમા હતો દરમ્યાન રાજકોટ તથા બોટાદ બાજુના કેદીઓ સાથે ઓળખાણ થયેલ હતી, બાકીના હથિયારો તેઓને વેચવાનો હતો તેવી હકીકત જણાવતા તુર્તજ સદરી બંન્ને ઇસમોની તપાસ કરાવતા મળી આવતા (૧) મોહમદ મહેબુબ ઉર્ફે આરીફ S/O ગુલામહૈદર ગુલામનબી શેખ ઉવ.૪૪ રહે. મ.નં. ૩૩, બીજો માળ, આઇ.આર.સી. ફ્લેટ, મુસ્કાન ગાર્ડન, એકતા મેદાન રોડ, વેજલપુર, અમદાવાદ શહેર નાને ઝડપી લઇ તેની પાસેથી પિસ્ટલ નંગ-૧ તથા કાર્ટીઝ નંગ-૪ મળી આવેલ છે તથા (૨) મોહમદ ઇદરીશ ઉર્ફે ઇદુ S/O અબ્દુલહમીદ શેખ ઉવ.૩૬ રહે. મ.નં.૧૧૦૬, બ્લોક નં.બી/૨ ઇમાદ રેસીડેન્સી, ન્યુ રીંગ રોડ, કેનાલ રોડ, અંબર ટાવર સામે, ફતેવાડી, સરખેજ, અમદાવાદ શહેર પાસેથી પિસ્ટલ નંગ-૧ તથા કાર્ટીઝ નંગ- ૬ મળી આવેલ. આમ ઉપરોકત ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલ દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૬ કિં.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ- ૫૨૬ (.૩૨”) કિં. રૂ. ૫૨,૬૦૦/- તથા સેમસંગ કંપનીનો કીપેડ વાળો મો.ફોન કિ.રૂ. ૫૦૦/- તથા થેલો કિં.રૂ. ૨૦૦/- તથા સેમસંગ ગેલેક્ષી મો.ફોન કિ.રૂ. ૮,૦૦૦/-, રોકડા રૂપિયા ૧૨,૫૦૦/ તથા લાઇટબીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિં.રૂ.૨,૨૩,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

જેથી આ બાબતે ડી.સી.બી. પોલીસ સ્ટેશન માં ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ, ૨૯, જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી પકડાયેલ આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુનાહીત કૃત્ય કરેલ છે કે કેમ? તથા અન્ય કોઇ હથિયારો છે કે કેમ ? તેમજ રાજકોટ કે બોટાદ ખાતે કોને વેચવાનો હતો ? તે બાબતે પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓએ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

આરોપી શૈલેષ વિઠ્ઠલભાઇ પરમારને ગેરકાયદેસર, વગર પાસ પરવાનાના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ

તેમજ અમદાવાદમાં આગામી દિવસોમાં રથાયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર અમીત વસાવા તથા મદદનીશ પોલીસ કમિશનર ડી.પી.ચુડાસમા સાહેબે સુચના આપેલ કે, અમદાવાદ શહેર ખાતે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ રાખવી તેમજ યોગ્ય તકેદારી રાખવી.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એચ. એમ. વ્યાસની સુચના તથા માર્ગદર્શન હેઠળ ASI ભગવાનભાઇ મસાભાઇ તથા ASI કિરીટસિંહ હરીસિંહની બાતમી હકીકત મળેલ કે “એક ઇસમ જેણે શરીરે સફેદ કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તે ઇસમ હાલ વિશાલાથી નારોલ તરફ જતા રોડ ઉપર બરફની ફેકટરી સામે મેટ્રો બ્રીજના નીચે ઉભેલ છે, જે પોતે ગેરકાયદેસરનું હથિયાર રાખી તેનું વેચાણ કરવા અથવા તેનો નિકાલ કરવા ઉભેલ છે. બાતમી આધારે બાતમીવાળી જગ્યા વિશાલા સર્કલથી નારોલ તરફ જતા રોડ ઉપર આવી તપાસતા મેટ્રો રેલ બ્રીજ નીચે બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ ઉભેલ હોય જેને ઝડપી પાડી તપાસ કરતા તેણે પહેરેલ પેન્ટની કમરના ભાગેથી લોખંડનો હાથ બનાવટ નો તમંચો નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/ નો મળી આવેલ. સદરી ઇસમનું નામ પુછતાં તેણે પોતાનું નામ શૈલેષ વિઠ્ઠલભાઇ પરમાર ઉ.વ.32 રહેવાસી : મહાકાળીની ચાલી, વસંતનગર, ગોતા, અમદાવાદ શહેરનો હોવાનું જણાવેલ છે. સદરી ઇસમ પાસેથી મળી આવેલ તમંચો પોતાની પાસે રાખવા સબંધનું પાસ પરમીટ માંગતા પોતાની પાસે આવું કોઇ પરમીટ નહી હોવાનું જણાવેલ હોય, જેથી ઉપરોકત આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. મજકુર આરોપી પોતે આ ગેરકાયદેસરનું હથિયાર કોની પાસેથી તથા કેમ મેળવી લાવેલ હતો તે સબંધે વધુ તપાસ જારી છે. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ થયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com