અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે સાંજે ૭.૩૦ વાગે મેચ 

Spread the love

STORY : PRAFUL PARIKH

 

ક્રાઉન પ્લાઝા હોટેલના ચીફ સેફ સુનીલ જાજે ખેલાડીઓનો મનગમતો નાસતો અને લંચ માટેનું ભોજન બનાવ્યું હતું

બેંગલુરુની ટીમ એસ.જી હાઇવે હોટલ ક્રાઉન પ્લાઝામાં અને રાજસ્થાન ની ટીમ બોપલ આંબલી રોડ પર આવેલી DUBBLE TREE HILTON હોટલમાં રોકાઇ છે

અમદાવાદ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ગુરુવારે સાંજે અમદાવાદ પહોંચી હતી. વિરાટ કોહલી, દિનેશ કાર્તિક સહિતના સ્ટાર્સ સાથેની ટીમ એસ.જી હાઇવે હોટલ ક્રાઉન પ્લાઝામાં bio bubble અને separate ઝોનમાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રોકાઈ છે. આ સમયે દિનેશ કાર્તિક ટ્વિન્સ બાળકોના સ્ટ્રોલર સાથે જોવા મળ્યો હતો.

ક્રાઉન પ્લાઝા હોટેલના ચીફ સેફ સુનીલ જાજ

ક્રાઉન પ્લાઝા હોટેલના ચીફ સેફ સુનીલ જાજે ખેલાડીઓને મનગમતો નાસતો અને લંચ માટેનું ભોજન બનાવ્યું હતું અને ખેલાડીઓએ સ્વાદની મજા માણી હતી.

 

જ્યારે ગઈકાલે બીજી રાજસ્થાન ની ટીમ બોપલ આંબલી રોડ પર આવેલી DUBBLE TREE HILTON હોટલમાં રોકાઇ છે.ત્યાં ખેલાડીઓનું જાજમ પાથરી ફૂલહાર અને ઢોલનગારા થી સ્વાગત કર્યું હતું.

બંને ટીમ આજે સાંજે ચાર વાગે હોટેલથી સ્ટેડિયમ જવા રવાના થઈ હતી ત્યારે ક્રિકેટ પ્રેમીઓની ભીડ બહાર ઉમટી પડી હતી.અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન પ્રીમિયર લીગ તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. આજે શુક્રવારે સાંજે ૭.૩૦ વાગે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લીગની ક્વોલિફાયર 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ક્વોલિફાયર 2 મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે જ્યારે 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચ સાંજે 8 વાગે શરૂ થશે.રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રમાનાર ક્વોલિફાયર 2 મેચમાં જીતનારી ટીમ 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મેચમાં ટાઇટલ માટે ટકરાશે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે. 1.32 લાખની ક્ષમતા વાળું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઇન્ડિયન પ્રીમિયર લીગની ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચની યજમાની કરવા માટે સજ્જ થઇ ચુક્યું છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 મેચ માટે દર્શકોને સાંજે 4 વાગ્યાથી પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

પાણીની બોટલ, હેલ્મેટ,લઇ જવા પર પ્રતિબંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જેમાં પાણીની બોટલ, હેલ્મેટ, ધાતુની વસ્તીઓ, ફટાકડા, હથિયાર, બેનરને સ્ટેડિયમમાં અંદર લઇ જવા પર પ્રતિબંધ કરવાની જાહેરાત કરી છે. તો આ ઉપરાંત સ્ટેડિયમની અંદર નાસ્તો પણ લઇ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દર્શકો માટે સ્ટેડિયમની અંદર ફુડ સ્ટોલની સાથે પાણીની પણ સુવીધા રાખવામાં આવી છે.

સ્થાનિકોને રોજગારીની આશા –

અમદાવાદમાં કાળઝાળ ગરમી હોવાથી સ્થાનિક દુકાનદારોને ઠંડા પીણાં, પાણી અને નાસ્તાના રોજગારની મોટી આશા છે. કોલકાતાથી અહીં ટી-શર્ટ વેચવા (Gujarat Titans T-shirt Sale) આવેલા ફેરિયાઓને પણ અહીંથી સારી કમાણીની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com