PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે IPLની ફાઇનલ જોશે ! એ .આર. રહેમાન અને ગાયિકા નીતિમોહને ગ્રાઉન્ડમાં સવારે રિહર્સલ કર્યું

Spread the love

ત્રણ વાગે સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે  ! : 6000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત : અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ

અમદાવાદ

અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું વાતાવરણ બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કારણ છે કે ફાઈનલ જોવા સ્ટેડિયમમાં આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહ સ્ટેડિયમમાં હાજર રહેવાના ચોક્કસ સમાચાર વહેતા થાય છે પરંતુ પીએમ મોદીની હાજરી પર શંકા યથાવત છે ! ત્રણ વાગે સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નિવેદન અંગે ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, “અમદાવાદ શહેરમાં 6000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 5000 કોન્સ્ટેબલ છે જ્યારે 1000 હોમગાર્ડ છે. આ સિવાય 17 ડીસીપી, 4 ડીઆઈજી, 28 એસીપી, 51 પોલીસ ઈન્સ્પેક્ટર અને 268 સબ ઈન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવ્યા છે.IPL 2022ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં ઘણા VVIPની સાથે 2 મોટા મંત્રીઓ હાજર રહે તેવા સમાચાર છે.

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે. પહેલીવાર જ વાર IPL રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી લોકોમાં મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફાઇનલમાં હાજર રહેશે ! આજની મેચમાં 1.32 લાખ ક્રિકેટ ફેન્સ ફાઈનલ જોશે.

એ આર રેહમાન અને પ્લેબેક સિંગર નીતુ મોહન

આજે સવારે એ આર રેહમાન અને તું ખીચ મેરી ફોટો ફેમ પ્લેબેક સિંગર નીતુ મોહને ” મોહે રંગ દે બસંતી ” ગીત પર રિહર્સલ કર્યું હતું અને ગરબાની પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી.આજે મેચની શરૂઆત પહેલા સાંજે 6.30 વાગ્યાથી IPL 2022 ક્લોઝિંગ સેરેમની યોજાશે તથા બોલિવૂડ સ્ટાર અને અનેક સેલિબ્રિટીથી સ્ટેડિયમ ઉભરાશે. જેમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોથી ક્રિકેટ રસિકો ઉમટ્યા છે. તેમાં IPLની ફાઈનલને લઈ અમદાવાદીઓમાં ક્રિકેટ ફિવર જોવા મળ્યો છે. જેમા રંગારંગ કાર્યક્રમમાં જાણીતા સીંગર્સ તથા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. 1 કલાક સુધી ચાલનારા આ શો બાદ 7.30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટોસ ઉછળશે.

ટુ-વ્હિલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. જેમાં 12000 ટુ-વ્હીલર અને 15000 ફોર વ્હિલર પાર્ક કરી શકાશે. મેચ જોવા આવનાર દરેક વ્યક્તિએ ફરજિયાત પણે પોતાનું વાહન Show my park એપ પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com