BCCI ચેરમેન સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ
કોરોનાના કારણે ખેલાડીઓ માટે IPL 2022માં પણ હતું બાયો બબલ ફરજીયાત
અમદાવાદ
IPL 2022માં પણ આ પ્રકારે બાયો બબલ ફરજીયાત હતું અને જેથી ઘણા ખેલાડીઓને તકલીફ પડતી હતી.પરંતુ હવે સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બાયો બબલ અમલી નહીં બનાવવામાં આવે.BCCIએ બાયો બબલને રદ્દ કર્યું છે.ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરીઝમાં પ્લેયર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે પણ બાયો બબલ હશે નહીં. 9 જૂનથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સીરીઝનો પ્રારંભ થવાનો છે.સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બાયો બબલ અમલી નહીં બનાવવામાં આવે.આ કારણે અનેક ખેલાડીઓ બાયો બબલથી નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે.
શું છે બાયો બબલ?
કોરોનાને કારણે ક્રિકેટર્સે બાયો બબલમાં ફરજીયાતપણે રહેવું પડતું હતું, જેને કારણે ખેલાડીઓ માનસિક થાક અનુભવતા હતા અને આમ ઘણા ખેલાડીઓ તો ટૂર્સ અને મેચમાંથી બહાર પણ થઇ ગયા હતા. જોકે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે તેમના પરિવાર પણ બાયો બબલમાં તેમની સાથે રહેતા હતા અને ઘણા પ્લેયર્સ ત્યાં રહેવાને એન્જોય પણ કરી રહ્યા હતા. હા, આ ખેલાડીઓ માટે મુશ્કેલ છે, પરંતુ તેઓને ત્યાં પરિવાર જેવું વાતાવરણ મળે છે.