કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો, પોલીસ વાહન પર પથ્થરમારો ,અમિત ચાવડા સહિતના નેતાની અટકાયત

Spread the love

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. તેમાંથી અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ તા. 9મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ,કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે વિધાનસભા તરફ કૂચ કરશે. કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભા દરમિયાન પણ ઉઠાવીને ગૃહમાં ઉઠાવશે તેમ સૂત્રોનું કહેવું છે. પોલીસ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના સક્રિય લાગતા નેતાઓ પર બે દિવસ પહેલાંથી પોલીસે જ વોચ ગોઠવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચની જાહેરાત બાદ ગાંધીનગર પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. જેમાં ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી સાથે મિટિંગ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. ગાંધીનગર જિલ્લાની પોલીસની સાથે મહેસાણા અને હિંમતનગર પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરી છે. સાથે સાથે એસઆરપીની એક ટીમ પણ તૈનાત કરવા સૂચન કરાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com