આરોપી ફારૂક , મારૂફ , સલમાન
જમાલપુર રાયખડથી બે અને વેજલપુરથી એક પેડલરને ઝડપ્યો
અમદાવાદ
ક્રાઇમબ્રાન્ચના અધિક પો. કમિ. પ્રેમવીરસિંહ અને નાયબ પો.કમી. ચૈતન્ય મંડલિંકની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.દેસાઇની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવી તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ અમદાવાદ અંધજન મંડળ ચાર રસ્તા પાસે આવેલ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ નજીક અંધજન મંડળ ગેટ નંબર -૧ પાસે જાહેરમાંથી બે સગા ભાઈઓ ડાહ્યાલાલ દેવેંગ પાટીદાર અને મોહનલાલ દેવેંગ પાટીદારને કિંમત રૂ.૪૨,૧૧,૬૦૦/- ની મત્તાના ૪૨૧.૧૬ ગ્રામના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા. આ બન્ને આરોપીઓ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ કલમ ૮ (સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પો.સ.ઇ.પી.બી. ચૌધરી ને સોંપવામાં આવી હતી.ઉપરોક્ત પકડાયેલ આરોપીઓના આઠમી જૂન સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ પર મેળવેલ હતી.
પો.ઇ.એચ.વી.સીસારા તથા પો.સ.ઇ. પી.બી.ચૌધરીએ અટક કરવામાં આવેલ આરોપીઓની સઘન પુછપરછ કરતા તેઓએ અમદાવાદ શહેરમાં જુદા જુદા ઇસમો(પેડલરો) ને મેફેડ્રોન ડ્રગ્સ આપેલ હોવાની કબુલાત કરી હતી. પેડલરો ફારૂક ઉર્ફે સાહીલ વેજલપુર , મારૂફ ઉર્ફે લલ્લો અને સલમાનની રાયખડ ખાતેથી આજે અટક કરવામાં આવી હતી. આરોપીઓની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.