કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
કૉંગ્રેસ ગુજરાતમાં રામકથા , શિવપૂજા , ગણેશ ઉત્સવ અને નવરાત્રિના આયોજનો કરશે : અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરશે. પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી અને અનુસૂચિત જાતિના લોકોને મોટી તક આપશે. તેવો નવો પ્લાન ઘડાય રહ્યો છે તેવું સુત્રો જણાવે છે. ગુજરાત કોંગ્રેસ આગામી વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં તમામ સમાજોને સાધવાની કોશિશ કરી રહ્યું છે જેથી મતોની સંખ્યા વધારી શકાય અને કૉંગ્રેસ જલ્દી રીબીલ્ટ કે કમબેક કરી શકે .
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ
કોંગ્રેસ અનુસૂચિત જાતિમાંથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , પાટીદાર સમાજમાંથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ , ક્ષત્રિયમાંથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ , લઘુમતીમાંથી યુનુસ પટેલને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે.
અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી
અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાથી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ તહેવારો ચાલુ થાય છે તેને જોતા કોંગ્રેસે અમદાવાદમાં સાતેય ઝોનમાં રામકથા, શિવપૂજા, ગણેશ ઉત્સવ અને દરેક વોર્ડના કાર્યકર્તાઓ અને તેમના પરિવારો તેમજ આમ જનતાને સાથે લઈ નવરાત્રિના આયોજનો કરવાનું નક્કી કર્યું છે.આમ
મહાનગરોમાં હિન્દુવાદી છાપ ઊભી કરવા માટે કોંગ્રેસ નવી રણનીતિ સાથે નવા પ્લાન ઘડ્યા છે.વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે રચનાત્મક કાર્યક્રમો યોજવા પર ભાર મુક્યો છે.જેમાં અમદાવાદ જેવા શહેરોમા કે જ્યાં કોંગ્રેસને હિન્દુત્વના મુદ્દે નુકસાન થઇ રહ્યું છે, ત્યાં બહુમતી મતદાતાઓને લોભાવી શકાય તેવા મુદ્દાઓને લઇને લોકો સુધી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ જેવા શહેરોમાં હિંદુ-મુસ્લિમ ફેક્ટર ચૂંટણી પરિણામો પર ખુબ મોટી અસર કરે છે, ત્યારે કોંગ્રેસ પોતાની છાપ સુધારવાનો પ્રયત્ન રામકથા સહિતના હિંદુ કાર્યક્રમોનું આયોજન કરશે.હિન્દુત્વને વધુ પ્રોત્સાહન આપી કોંગ્રેસ હિન્દુ મતદારોને રિઝવવામાં કેટલા અંશે સફળ રહે છે તે આગામી સમય બતાવશે.