ક્રાઇમબ્રાન્ચે ઈકબાલ , શાહરૂખ , તૌસીફને દાણીલીમડા થી અને રમજાનને જુહાપુરાથી રોકડા રૂપિયા ૩૦,૪૫૦/- તથા એક સી.એન.જી.ઓટોરિક્ષા કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૦,૪૫૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડયા
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા , સ્કર્વાડના પો.સ.ઇ. વાય.જી.ગુર્જર, પો.સ.ઈ. પી.બી.ચૌધરી તેમજ સ્કર્વાડ તેમજ સ્ટાફના એ.એસ.આઇ. નારસિંહ મલુસિંહ તથા હે.કો. મેહુલકુમાર જ્યંતિલાલને મળેલ બાતમી આધારે સારંગપુર સર્કલ પાસેથી ચાર ઈસમો ઈકબાલ , શાહરૂખ , તૌસીફ , દાણીલીમડા થી અને રમજાન જુહાપુરાથી પકડી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા ૩૦,૪૫૦/- તથા એક સી.એન.જી.ઓટોરિક્ષા કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૦,૪૫૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જે રોકડ રકમ તથા ઓટોરિક્ષા તેઓએ ચોરી અગર છળકપટથી મેળવી હતી.તેથી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . આ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન કબુલાત કરી હતી કે આજથી ચારેક દિવસ અગાઉ રાતના નવેક વાગે કાલુપુર કડીયાકુઈ પાસેથી એક પેસેન્જરને રીક્ષામાં બેસાડેલ અને રીલીફ રોડ તરફ રેમન્ડના શો રૂમ આગળ પેસેન્જરને ઉતારી દીધેલ અને રસ્તામાં તેઓએ આ પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૪૫૦૦૦/- ની નજર ચુકવી ચોરી કરેલ હતી. કાલુપુર પો.સ્ટે.માં ઈ.પી.કો. ૩૭૯,૧૧૪ ગુન્હો દાખલ કર્યો હતો.
આ આરોપીઓએ પોતાના સાગરિતો સાથે મળી આ સિવાય બીજા પણ આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તેમજ તેઓની સાથે અન્ય કોઈ ઈસમો પણ સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે આરોપીઓની સઘન પુછપરછ તપાસ ચાલુ છે અને આવા પ્રકારના બીજા પણ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.