બાબરા તાલુકાના કેટલાક ગામોના માર્ગ ૨.૩૩ લાખ ના ખર્ચે મંજુર કામ શરૂ કરાયા : કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર

Spread the love

બાબરા

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે બાબરા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોનકોટડા,ઈસાપર, ત્રંબોડા , નડાળા,રાણપર,ના માર્ગો રૂ ૨.૩૨ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી કામગીરી શરૂ કરવામાં આવી છે .તેથી  સ્થાનિક રાહદારીઓમાં તેમજ ગ્રામજનોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઇ છે.બાબરા તાલુકાના લોનકોટડા થી ઈસાપર આબલીધાર ૮ કિલોમીટર લંબાઈ ૩.૭૫ કિલોમીટરનો રૂ ૧.૨૭ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજુર કરી તેની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો તેમજ ત્રમ્બોડા,નડાળા,રાણપર નો ૭.૫ કિલોમીટરનો ૩.૭૫ની પહોળાઇ સાથેનો ૧ કરોડ.૫ લાખના ખર્ચે મંજુર કરી કામગીરી શરૂ કરેલ છે કુલ બે કરોડ ૩૨ લાખના ખર્ચે માર્ગો મંજુર કરી તમામ માર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

ઠુંમરે જણાવ્યું હતું કે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા નોન પ્લાન સિવાયના પૂર્ણ કરેલ છે .ગ્રામ્ય વિસ્તારના તમામ માર્ગો મજબૂતાઈ સાથે અને ઉત્તમ ગુણવત્તા યુક્ત વાળા બની ગામડાઓ સાથે જોડી દીધા છે તાલુકાના લોકો વર્ષોથી નબળા અને બિસમાર માર્ગોમાં હાલાકી ભોગવી રહ્યા હતા પણ હવે તમામ માર્ગો પેવર માર્ગ બનતા લોકોની મુશ્કેલી કાયમી રીતે દૂર થશે. માર્ગોના કામગીરીના શુભારંભ પ્રસંગે ગોવિંદભાઈ ચાવડા, સરપંચ લોન કોટડા પોપટભાઈ સાકરીયા,વિવેકભાઈ સાકરીયા,સરપંચ થોરખાંણ આહીર,વિરજીભાઈ બોદર,પૂર્વસરપંચ હરિશંકર તેરૈયા,વાઘજીભાઈ વિરડીયા,ભીખુભાઇ સાયજા, બોદર સહિતના સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com