આઇપીએસ કેશવ કુમાર
આઇપીએસ એ. કે. સિંઘ
અમદાવાદ
ગૃહ વિભાગની એક યાદી મુજબ પોલીસ ખાતામાં ફરજ બજાવતા સીનીયર પોલીસ અધિકારીઓમાં આઇ.પી.એસ. કેડરના અધિકારીઓ સામેની પ્રાથમિક / ખાતાકીય તપાસમાં થતા વિલંબને દૂર કરવા માટે પ્રાથમિક તપાસ અહેવાલ સમયસર મળી રહે તે માટે નિવૃત્ત આઇ.પી.એસ. અધિકારીઓની પેનલ બનાવવામાં આવી છે.જેમાં એ. કે. સિંઘ અને કેશવ કુમાર નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉકત અધિકારીઓને સીનીયર આઇ.પી.એસ. અધિકારીઓ સામેની પ્રાથમિક / ખાતાકીય તપાસ સોંપી શકાશે. તપાસની કામગીરી માટે સામાન્ય વહીવટના નકકી થયેલ નોર્મ્સ મુજબનું મહેનતાણું મળવાપાત્ર રહેશે. આઇ.પી.એસ. કેડર સિવાયના પોલીસ ખાતાના અધિકારીઓના કેસમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ગુજરાતની લાંચ વિરૂધ્ધની મુહિમને ખૂબ જ મોટી સફળતા મળશે. આ કમિટી કોઈ પણ આઈ.પી.એસ અને વરિષ્ઠ અધિકારીઓની ફરિયાદ હશે તો તેને જોઈ ને ચર્ચા કરીને તેના પર તાત્કાલિક નિર્ણય લઈને સરકાર સમક્ષ રજૂ કરશે. જે ગુજરાત માટે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ખૂબ જ મોટા સમાચાર છે.