ગુજરાતમાં નોકરીઓનો એટલો મોટો ખજાનો છે,કે કોઈ બેકાર ન રહે,પણ નોકરીમાં રિટાયર્ડ થયા બાદ પાછા ચાર-પાંચ વર્ષ હાલા, બાપલા કરીને એક્સ્ટેંશન લઇ લે છે , ત્યારે એવી ઘણી જ કચેરીઓ બોર્ડ-નિગમોના છે, જેમાં હવે ગરડાઓનું શાસન છે. ત્યારે નવ યુવાનો જે ટેલેન્ટેડ છે ,તે તમામ નવયુવાનોની રોજી અને રોજગારી રીટાયર્ડ લોકોને ચાલુ રાખવાથી તેમને નોકરી મળતી નથી ,ત્યારે અનેક ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલયને મળતાં સામાન્ય વહીવટ વિભાગે તા.૧૧/૧૧/૨૧ના કરાવ ક્રમાંક ઇઈસ્ૈં ૧૦૨૦૧૯/૧૮૬૧૩૬/ગ-૨ ના ઠરાવથી ગુજરાત સરકારના વિભાગો તથા બોર્ડ-નિગમ /કોર્પોરેશનમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર નિવૃત્તિ ટેકનિકલ નોન ટેકનિકલ અધિકારી કર્મચારીઓની કરાર આધારીત આઉટસોર્સિંગથી સેવાઓનો અંત લાવવાનો રહે, તેવી સૂચના બાદ અંત તો લાવેલ,પણ હવે ઘુસ મારવા નવા તુક્કા સાથે નવી ગિલ્લી, નવો દાવ તેમ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તા.૧૧/૪/૨૨ના કરાવથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માં ૬૪ જેટલા ઈસમો ટેકનિકલ નોન ટેકનિકલ અધિકારી કર્મચારીઓ ઘુસ પેઢીયાઓની જેમ પાછા ફિક્સ પગારમાં ઘુસ મારી દીધી. ત્યારે મંજૂરી મેળવવા અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ ઉઠા ભણાવીને મંજૂરી મેળવવા અને પાસ કરાવવા દરખાસ્તમાં પાણી પુરવઠો આવશ્યક સેવા કોઈ તથા ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી “નલ એ જલ” ભરતી મે “કહા હૈ હમ કમ “તેમ આવશ્યક સેવાઓના નામે ઘુસ મારવા આખેઆખું મંડળ જાેડાઈ ગયું,
ભારત સરકાર દ્વારા નલ સે જલ તે આવશ્યક સેવા હોઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં સમય મર્યાદામાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા ના હોઈ જેથી અનુભવી સ્ટાફની નીયુક્તીની આવશ્યકતા છે. આવા વાહિયાત કારણો દર્શાવી ને યોગ્ય સાકળ એવી સેટિંગ ડોટ કોમ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મંજૂરી અર્થે મોકલવામાં આવે છે ત્યારે ટેકનિકલ નોન ટેકનિકલ માં ઇરાદાપૂર્વક સા.વ.વિભાગના તા.૭/૭/૨૦૧૬ના ઠરાવની જાેગવાઈ ૨,૩,૪ તથા બોર્ડ કચેરીના ભૂતપૂર્વ સભ્ય સચિવ શ્રી દ્વારા આઉટસોર્સિંગ માં નિવૃત્ત અધિકારી/ કર્મચારીને રાખવાની ગાઈડ લાઈન છૂપાવવામાં આવેલ અને માન. સચિવ શ્રી નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તથા બોર્ડ કચેરી, તેઓને મળેલ સત્તાનો ઉપયોગ કરી મંજુરી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેને મંજૂરી ન આપવા અનેકવાર રજુઆતો કરવામાં આવેલ છે. ખરેખર મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા નક્કર તપાસ કરવામાં આવે તો આ પ્રકરણ બહાર આવે તેવી શક્યતા છે.
ટેકનિકલ જગ્યાઓ ઉપર સ્ટાફ આઉટસોર્સિંગ નો લેવામાં આવે છે, તો તેમને ખ્તદ્ઘ -૧૮ ખાતેની વડી કચેરીમાં શું કામ મૂકવામાં આવે છે ,નલ સે જલતો ગુજરાતના ગામે ગામ અને જિલ્લા/ તાલુકાના શહેરોમાં આવી રહ્યા છે, ત્યારે ૬૪ ઈસમોના રિટાયરમેન્ટ બાદ થયેલી નિમણૂકો બહારગામ કેમ મૂકવામાં આવતા નથી ,નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત અન્ય ક્ષેત્રીય કચેરીમાં ફરજ બજાવતા આદેશો થવા જાેઈએ તે થયા નથી અને વડી કચેરીમાં જ લોકો મોજ કરી રહ્યા છે. દૂર સુધી “નલ સેજલ ” યોજના અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓને લાગતું વળગતું નથી ,ત્યારે મુખ્યમંત્રી ને અંધારામાં રાખીને મંજૂરી મેળવી હોય તેવું એક અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું છે.નલ સે જલ કે નોકરી અપને ઘર જેવો ઘાટ સર્જાયો છે ,ત્યારે નવયુવાનો ફિક્સ પગારમાં નોકરી મેળવવા આટા ફેરા કરી રહ્યા છે અને અહીંયા રિટાયડ થયા બાદ તગડું પેન્શન આવતું હોવા છતાં યુવાનોની રોજગારી ઉપર તરાપ જેવી હાલત થઇ છે.ત્યારે ગામે ગામ “નલ સે જલ યોજના મા આ અધિકારી /કર્મચારીઓ જે ટેકનિકલ નિમણૂક પામ્યા છે, તેમને ત્યાં જરૂરી જગ્યાએ મૂકવામાં આવે, તો હમણાં ટેકનિકલ ના નામે લોચા લાપસી ચાલે છે ,તે બંધ થઈ જાય,