ગુજરાત પોલીસ વિભાગને તેમના જ સ્ટાફનાં પોલીસ કર્મચારીઓના કલકિંત ભ્રષ્ટ્રાચારથી કપાળે કાળી ટીલી લગાવતા કિસ્સાઓ ઉજાગર થતા હડંકમ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ વિભાગના આબરૂને બટ્ટો લગાડતા ત્રણ કિસ્સાઓથી હાહાકાર મચી જવા પામ્યો છે.
પ્રથમ કિસ્સો વડોદરા શહેરમાં બિલ્ડર સાથે તોડપાણી કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચાનાં ઁ.ૈં ની વડોદરામાં તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે. જ્યારે બીજાે કિસ્સો ડ્ઢઝ્રઁ ઓફીસમાં જ દારુ સંતાડનાર બે પોલીસ કર્મઓને સંત્રી બનાવી દેવાયાનું ખૂલ્યું છે.
જ્યારે ત્રીજાે કિસ્સો અમદાવાદનાં ગોતામાં બનવા પામ્યો છે. ગોતામાં આવેલા વેંદમાતરમ રોડ પરનાં એક ફ્લેટમાં મોટાપાયે ક્રિકેટ મેચનો સટ્ટો રમાઇ રહ્યો હતો જે બુકી પાસેથી ૫૦ લાખ રૂપિયાનો સોલા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. જે.જે રાણાએ કરતાં તેઓને પણ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા આ સિવાય થોડા દિવસ અગાઉ કુબેરનગરમાં પણ દારૂની રેડ કરવાને બહાને મુખ્ય બૂટલેગરનાં સંબંધીને ત્યાંથી રોકડની લૂંટ કરવામાં આવેલ છે. આમ અમદાવાદ શહેરી વિસ્તારમાં પોલીસ વિભાગના કર્મચારીઓનો તોડ પાણી અને લાંચ રુસ્વતની કાળી કમાણીની વિગતો ઉજાગર થતાં રાજ્યના તમામ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નોંધનીય છે કે રાજ્યનાં ગૃહમંત્રી અવારનવાર જ્યારે પ્રેસ કોન્સ્ફરન્સમાં રાજ્યની પોલીસ વિભાગનો મોટા ઉપાડે વાહ વાહી કરતા હોય છે. અને પોતાના બિંગલ ફૂકતા હોય છે. ત્યારે હવે વાસ્તવીકતાનો સ્વીકાર કરીને-શિસ્તના લીરે લીરા ઉડાડનારા ભ્રષ્ટ્ર્ચારીઓનો વિરુદ્ધ દંડ પછાડવા જરૂરી હોવાનું સમગ્ર રાજ્યનાં પ્રબોધ નાગરીકોમાં ચર્ચાઇ રહ્યું છે અને કડક કાર્યવાહી કરીને ભ્રષ્ટ કર્મીઓને લીધે પ્રમાણિક કર્મચારીઓને નીચું જાેવાપણું થી બચાય.