Cover story : praful parikh.
ગુજરાતના આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર રવિન્દ્ર કુમાર , અને મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદના ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેકસ – 2 એસ.એસ. રાણા હાજર રહ્યા
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પાર્ટીસિપેટ “ઇનહાઉસ પ્રોડક્શન ” છે તે ગૌરવ લેવા જેવી બાબત છે : અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ
આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે ઇનહાઉસ પ્રોડક્શન ટીમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રિયંક પંચાલની સિદ્ધિઓ બદલ રવિન્દ્ર કુમારે પુષ્પગુચ્છ અને સંજય શ્રીવાસ્તવે સાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું.
અમદાવાદ
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 06-12 જૂન 2022 થી 12.06.2022 દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આજે અમદાવાદના આવકવેરા વિભાગ હેઠળ આઇકોનિક વીકની ઉજવણી કરતા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દિનેશ હોલ આશ્રમ રોડ પાસે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર રવિન્દ્ર કુમાર , અને મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદના ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેકસ – 2 એસ.એસ. રાણા હાજર રહ્યા હતા .પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 ગૌરવશાળી વર્ષ અને તેના સમૃદ્ધ ઈતિહાસ, વિવિધતા, ભવ્ય સંસ્કૃતિ અને મહાન સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સમગ્ર દેશમાં વ્યાપક સ્તરે ઉજવવામાં આવતી ઘટનાઓની શ્રેણીનો તે એક અભિન્ન ભાગ છે. તે માટે આ ભારત સરકારની એક પહેલ છે. અમદાવાદના આશ્રમ રોડ પાસેના દિનેશ હોલ ખાતે ગુજરાતના આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર રવિન્દ્ર કુમારના સક્ષમ નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજય શ્રીવાસ્તવ (IPS), પોલીસ કમિશ્નર, અમદાવાદ એ મુખ્ય મહેમાનનું પદ ગ્રહણ કરીને તેમની ગૌરવપૂર્ણ હાજરી સાથે કાર્યક્રમને શોભાવ્યો હતો.
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મને આમંત્રણ આપવાથી ઘણો આનંદ અનુભવી રહ્યો છું. આ સાંસ્કૃતિક કાર્યક્રમની સૌથી મોટી બાબત એ છે કે પાર્ટીસિપેટ “ઇનહાઉસ પ્રોડક્શન ” છે તે ગૌરવ લેવા જેવી બાબત છે.
બ્રિટિશરોની ગુલામી ભોગવ્યા બાદ આ ૭૫ વર્ષ માં આપણે અનાજનું સૌથી વધુ ઉત્પાદન અને એક્સપોર્ટ તેમજ વિશ્વમાં ખેતીના ઉત્પાદનમાં પણ ભારત નંબર વન દેશ છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માં પણ દુનિયામાં આગળ વધી રહ્યા છીએ .દરેક સરકારોએ બહુ જ સરસ કામ કરીને દેશને આગળ વધાર્યો છે અને માથું ઊંચું કરીને જીવી શકીએ તેવી એક નવી ઓળખ આપી છે .મેઈક ઈન ઈન્ડિયા જેવા પ્રયાસોથી એક નવો ઉત્સાહ લોકો માં આવ્યો છે કે આપણે કંઈક બની શકીએ.આવનારા ૨૦૩૪ કે ૨૦૩૬ ની સાલમાં અમદાવાદ ઓલિમ્પિક માં બીડ કરી શકે છે.સ્પેસ અને એજ્યુકેશન સિસ્ટમ માં પણ ઘણા આગળ છીએ. યંગર જનરેશનમાં એક અલગ દૂરંદેશી દૃષ્ટિ છે.આ બધામાં એક ઉમદા ભવિષ્ય દેશ માટે દેખાઈ રહ્યું છે.આજે ભારતની ઉચ્ચ સ્થાનમાં ગણતરી થાય છે આગળના વર્ષોમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવશે.
આ પ્રસંગે અમદાવાદના આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે ઇનહાઉસ પ્રોડક્શન ટીમે સમૂહગીત ” છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની ” અને સોલો ડાન્સ , ગરબા થીમ તાલવાદ્ય એટલે કે ઢોલ તેમજ દહેજ પ્રથા બદલવા તેમજ લગ્ન પસંદગીમાં કંઇક અંશે રહેલી શારીરિક કે કોઈપણ ખામીઓ ભૂલી એક નાટકનું શીર્ષક ” કુછ બદલ જાઓ ના ” સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતું નાટક રજૂ કર્યું હતું. આ પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાના સમૃદ્ધ વારસાના જતન અને સંવર્ધન માટે આવકવેરા વિભાગ, અમદાવાદ દ્વારા કરાયેલા પ્રયાસો પ્રત્યક્ષપણે જોવા મળ્યા હતા.
ભારતીય ખેલાડી પ્રિયંક પંચાલ
પ્રિયંક પંચાલ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેઓ આવકવેરા વિભાગ, અમદાવાદના કર્મચારી છે, તેમનું પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની સિદ્ધિઓ બદલ રવિન્દ્ર કુમારે પુષ્પગુચ્છ અને સંજય શ્રીવાસ્તવે સાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. ક્રિકેટમાં સત્ર દરમ્યાન ગુજરાત તરફથી એક હજારથી પણ વધુ રન બનાવી પ્રથમ ખેલાડી બનવા બદલની શ્રેષ્ઠ ઉપલબ્ધિ માટે બીસીસી આઈ દ્વારા માધવરાવ સિંધિયા એવોર્ડથી પણ પ્રિયંક પંચાલને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત પ્રિયંક આઈપીએલ ૨૦૨૨ની ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમનો પણ હિસ્સો છે.
આ પ્રસંગે પધારેલા કરદાતાઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વિવિધ કેન્દ્રીય કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ અને આવકવેરા પરિવારના કર્મચારીઓએ આ સાંસ્કૃતિક સાંજનો આનંદ માણ્યો હતો. 600 થી વધુ દર્શકોની હાજરીએ હકીકતનો પુરાવો હતો કે સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકોમાં કાર્યક્રમ માટે ભારે ઉત્સાહ હતો.