GPSC પરીક્ષામાં 40% વડોદરાના વિધાર્થીઓ ગેરહાજર – ક્રોઝ ઘટ્યો

Spread the love

બિનસચિવાલયની પરીક્ષાના વિવાદના પગલે દરેક કેન્દ્ર પર મોબાઈલનું કડક ચેકિંગઃ કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર ઝેરોક્ષ મશીનની દુકાનો પણ બંધ કરાવાઈ. રાજ્યના અન્ય કેન્દ્રોની સાથે સાથે આજે વડોદરા શહેરમાં પણ જીપીએસસી દ્વારા નાયબ મામલતદાર તેમજ ડેપ્યુટી સેક્શન અધિકારીની પોસ્ટ માટે પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરામાં ૩૦ કેન્દ્રો પર ૭૦૩૫ ઉમેદવારો નોંધાયા હતા.આ પૈકી ૩૯૫૬ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જ્યારે ૩૦૭૭ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. આમ ૪૦ ટકા જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા નહોતા. આજની પરીક્ષાના પેપરમાં ઈતિહાસ, બંધારણ, ભૂગોળ, ઈકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, હેરિટેજ જેવા વિષયોને લગતા પ્રશ્નપત્રો પૂછવામાં આવ્યા હતા. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ સાથે પરીક્ષા લેવાઈ હતી. કુલ ૨૦૦ માર્કના પ્રશ્નોના જવાબ ઉમેદવારોએ આપવાના હતા.

આ પૈકી ઈકોનોમિક્સને લગતા પ્રશ્નો ખૂબ લાંબા હતા. વિદ્યાર્થીઓને તેમાં સમય ખૂટયો હોવાનો મત વ્યક્ત થયો હતો. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષનુ પ્રશ્નપત્ર સરળ હતુ તેવુ જાણકારોનુ કહેવુ છે. જેના કારણે ગયા વર્ષ કરતા આ વખતની પરીક્ષાનુ મેરિટ ઉપર જઈ શકે છે. પરીક્ષાના કન્સેપ્ટને સમજીને તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આ પેપરમાં વધારે ફાયદો થશે. દરમિયાન બિનસચિવાલયની પરીક્ષામાં મોબાઈલના દુરપયોગનો મુદ્દો ભારે ચગ્યો હોવાથી આજની પરીક્ષામાં તમામ કેન્દ્રો પર મોબાઈલને લઈને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેથી કોઈ ઉમેદવારને મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રમાં જવાની તક ના મળે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીનો પણ તકેદારીના ભાગરુપે આજે બંધ કરાવાયા હતા અને સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com