દિલ્હી :  ફી વધારાના વિરુદ્ધમાં JNUના વિદ્યાર્થીઓની રેલી, પોલીસનો બેરહેમ  લાઠીચાર્જ

Spread the love

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતી પણ સર્જાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરવા માગતા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉદ્યોગ વિહાર, લોક કલ્યાણ માર્ગ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા હતા. દિલ્હી મેટ્રો રેલ નિગમ (DMRC)ના જણાવ્યા પ્રમાણે, ત્રણેય સ્ટેશનને આ રેલી પુરી થયા બાદ જ ખોલવામાં આવશે.

આ રેલીને રોકવા માટે યુનિવર્સિટી કેમ્પસની બહાર પોલીસ તહેનાત હતી, પણ બાદમાં બેરિકેડ્સ ખોલી દેવાયા હતા. પોલીસે સરોજની નગર ડેપો સુધી વિદ્યાર્થીઓને રેલી કાઢવાની મંજૂરી આપી દીધી છે. તેનાથી આગળ વધતાની સાથે જ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ રેલીમાં લગભગ 5 હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. 11 નવેમ્બરે પણ JNUના વિદ્યાર્થીઓ માર્ચ રેલી કાઢી હતી. ત્યારે JNUથી લગભગ 3 કિલોમીટર દુર AICTEનો ગેટ બંધ કરી દેવાયો હતો, ત્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ પણ હાજર હતા. વિદ્યાર્થીઓના કારણે મંત્રી પોખરિયાલ 6 કલાક સુધી કેમ્પસમાં જ ફસાયા હતા

JNUએ વિદ્યાર્થીના સિંગલ રૂમનું ભાડું રૂપિયા 10થી વધારીને 300 રૂપિયા આ ઉપરાંત ડબલ રૂમનું ભાડું 20 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરી દીધો હતો. આ ઉપરાંત મેસની સુરક્ષા નિધિને 5500 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવાની વાત કરાઈ છે. આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, સંસ્થામાં લગભગ 40% વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. હોસ્ટેલની ફી 6થી 7 હજાર રૂપિયા વધારી દેવાઈ છે. એવામાં ગરીબ વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com