આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર
વિશ્વા ઉર્ફે વિશુ જીજ્ઞેશભાઇ રામી ,જયરામ રબારી , જયરામ રબારીનો મિત્ર અને અન્ય મિત્ર વોન્ટેડ છે.
અમદાવાદ
ખાડીયા વિસ્તારની કરપીણ હત્યાના ગુનામાં ખાડીયા પો.સ્ટેશનમાં ઇપીકો કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ફરીયાદના કામે મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચન્દ્ર ગાંધીએ ફરીયાદીની બેન સાથે કુટુંબ તથા સમાજની વિરુધ્ધ લગ્ન કરેલ હોવાની અદાવત ચાલતી હોય આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચન્દ્ર ગાંધી તથા બીજા પાંચથી છ અજાણ્યા ઇસમોએ રાકેશ સુરેશભાઇ મહેતાને ગઇ તા.૦૮/૦૬/૨૦૨૨ ને સાડા ચાર વાગ્યા દરમ્યાન બેઝબોલના દંડા વડે શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુન્હાને અંજામ આપેલ હતો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ સંયુક્ત કામગીરી દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડની ટીમના પો.સ.ઇ. બી.આર.ક્રિશ્ચિયન તથા તેની ટીમના એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ખોડુભા તથા અ.હેડ કોન્સ. દિલીપસિંહ વિજયસિંહને મળેલ ખાનગી માહિતીથી આ ગુન્હામાં સંડોવાયેલ ઇસમ મોન્ટુ ઉર્ફે મોન્ટુ નામદારને આજરોજ પકડી તેની પાસેથી ઇસુઝુ કાર તથા મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. સદર ઇસમને ઉપરોક્ત ગુન્હા સબંધે પુછપરછ કરતા, આરોપીએ સને ૧૯૯૨ માં પોતાના કાકાની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ જે તેના ભાઇ સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધીને પસંદ ન હોય, તેઓ અવાર નવાર આરોપીને મારવા માટેના પ્લાન બનાવતા હતા. આ દરમ્યાનમાં થોડા સમય અગાઉ સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધી તથા તેમનો મિત્ર રાકેશ ઉર્ફે બોબી મહેતા નાઓએ તેમના મળતીયા માણસો સાથે આરોપીના દિકરા પ્રીન્સનું મર્ડર કરવા માટે માઉન્ટ આબુ તથા રતનપુર ખાતે મીટીંગ કરેલ હોવાનું આરોપીને જાણવા મળતા આરોપીએ તેના મિત્રો સાથે મળી રાકેશ ઉર્ફે બોબી સુરેશભાઇ મહેતાનું મર્ડર કરવાનું નક્કી કરેલ. જે નક્કી કર્યા મુજબ મરણ જનાર રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસથી નિકળી રાબેતા મુજબ સાંજના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે જુગનુની ઓફિસે નિયમીત જતો હોય, તે અંગે થોડા દિવસોથી વોચ રાખેલ હતી. જે આધારે તા.૦૮/૦૬/૨૦૨૨ ના બપોરના સવા ચારેક વાગ્યાની આસપાસ આરોપી, પોતાના મિત્ર વિશ્વા ઉર્ફે વિસુ જીજ્ઞેશકુમાર રામી તથા જયરામ રબારી ભેગા મળી રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસ આગળથી પસાર થતા જેને રોકી લઇ આરોપીએ તથા તેના મિત્રોએ બેઝબોલના દંડાથી તેના બંને પગના ઢીંચણો તથા શરીરના ભાગે માર મારી પોતાની ઇસુઝુ ગાડીમાં ભાગી ગયેલ. આરોપીને આજરોજ ઇસુઝુ ગાડી સાથે વટવા રીંગરોડ પાસેથી ઝડપી પાડવામાં આવેલ છે.
આમ, પકડાયેલ ઇસમે ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોવાનું સ્પષ્ટ જણાઇ આવેલ હોય, કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે કરેલ તપાસના કાગળો, મુદ્દામાલ તથા ઝડપી પાડેલ ઈસમને ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.