આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી
યુરિયા, જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે ફેક્ટરીમાં ₹77 માં વેચાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી એ ખેડૂતોને લગતા ગંભીર મુદ્દા પર બોલતા કહ્યું કે, જેમાં ખેડૂતોનું સબસીડાયિસ યુરિયા ખાતર, ટેક્નિકલ યુરિયાના નામે મોટા કારખાનાઓમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. યુરિયા, જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે ફેક્ટરીમાં ₹77 ના ભાવે વેચાઈ રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં યુરિયાનું બ્લેક માર્કેટિંગ મોટા પાયે થઈ રહ્યું છે .કાળાબજાર કરનારા આ લોકો સામે કોઈ પગલું સરકારે ભર્યું નથી.
યુરિયાનો ઉપયોગ લેમિનેશન સીટ, કેટલ ફીલ્ડ અને પ્રિન્ટીંગ પ્રક્રિયા જેવા ઘણા ઉદ્યોગોમાં થાય છે. જેના કારણે યુરિયાની માંગ ઘણી વધારે રહે છે. આ માંગને પહોંચી વળવા માટે, કાળાબજાર કરનારા સબસીડાયિસ યુરિયાને ટેક્નિકલ યુરિયા બેગમાં પેક કરીને વેચે છે. તેનું એપીસેન્ટર ખંભાતમાં હોવાનું કહેવાય છે. અને સરકાર અમુક જગ્યાએ રેડ પાડીને સંતોષ માની લે છે, પરંતુ કાળાબજારી કરનારા ઓ સામે કોઈ કડક પગલાં લેવાતા નથી.
એક ગેંગ ગુજરાત રાજ્યના ખેડૂતોને અલગ-અલગ નામે બીટી કપાસના બિયારણ નું ઉત્પાદન કરીને ગેરમાર્ગે દોરે છે. હાલમાં જ એક બીજ બુટલેગરને કૃષિ વિભાગે પકડ્યો છે, ત્યારે ખબર પડી કે આ બુટલેગર છેલ્લા 17 વર્ષથી આ કામ કરી રહ્યો છે.આ બીજ બુટલેગર સામે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અમે ઇચ્છીએ છીએ કે સરકાર ખેડૂતો વિશે વિચારે અને આ યુરિયાના કાળાબજારિયોને સજા થવી જોઈએ.