સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ અ.મ્યુ.કો. ના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ

Spread the love

સફાઈ કામદારોને સુરક્ષાકીટનું વિતરણ પણ રાજ્યપાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

અમદાવાદ

શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમનેટ પ્રોજકેટ અંતર્ગત વધુ ને વધુ વૃક્ષો રોપવાની કામગીરી સતત ચાલુ રહે છે. જેથી કરીને શહેર માં ગ્રીન વિસ્તાર વધારી શકાય.

સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ અ.મ્યુ. કો. ના સંયુક્ત ઉપક્રમે આંબેડકર બ્રિજ નજીક બાયોડાયવર્સીટી પાર્ક પાસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ સફાઈ કામદાર ને સેનીટેશન કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.સદર કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત એ સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેમની ઉપસ્થિતિમાં આંબેડકર બ્રિજ પાસે સ્વચ્છતા અભિયાન યોજાયેલ જેમાં અન્ય અધિકારીશ્રીઓએ પણ ભાગ લીધેલ.

સ્વચ્છતા અભિયાન બાદ વોટર એરોડ્રોમની સામે માનનીય રાજ્યપાલશ્રી દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયેલ જેમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવેલ. મિયાવાકી પદ્ધતિ થી વૃક્ષારોપણ કરવાથી વૃક્ષોનો વિકાસ ૧૦ થી ૧૫ ફૂટ સુધી જોવા મળશે. હાલમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ઘણી જગ્યા પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરેલ છે જેના લીધે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ગ્રીન કવર વધ્યું છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી, રાકેશ શાહ, ડે મેયર શ્રી. ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી. હિતેશ બારોટ, પક્ષના નેતાશ્રી- ભાસ્કરભાઈ ભટ્ટ, રેવેન્યુ કમિટી ચેરમેન શ્રી જૈનિકભાઈ વકીલ, દંડકશ્રી અરૂણસિંહ રાજપૂત, કલેક્ટર શ્રી સંદીપ સાંગલે, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી લોચન સેહરા(I.A.S)તેમજ અ.મ્યુ.કો ના તેમજ સા.રી.ફ્ર.ડે. કો.લી ના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ સફાઈ કામદારોને સુરક્ષાકીટનું વિતરણ પણ રાજ્યપાલના વરદ હસ્તે યોજાયો હતો

આ કાર્યક્રમને સંબોધતા ગવર્નરે સ્વચ્છતા નું મહત્વ સમજ્યું તદુપરાંત લોકોને પોતાની નૈતિક ફરજ પુરી કરતા ઘર ઉપરાંત શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની છે તેવો સંદેશો પાઠવેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લોકોને સ્વચ્છતા વિષે સજાગ અને જાગૃત કરવાનો હતો જેથી લોકો પોતાની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com