આ જેલનું નામ ગ્લાંતાનમો બે છે. આ જેલનું નામ એટલા માટે આવું છે કેમકે તે ગ્વાંતાનમો ખાડીના કીનારે બનેલી છે. એક રિપોર્ટ અનુસાર આ જેલમાં હાલ 40 કેદી છે અને તેમના પર વર્ષ 93 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ જેલમાં અંદાજે 1800 સૈનિક છે. અહીં 1 કેદી પર 45 સૈનિક નજર રાખે છે. જેલની સુરક્ષામાં તૈનાત સૈનિકો પર દર વર્ષે 3900 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. કેદીઓને આટલી સુરક્ષા આપી તેમના પાછળ કરોડો ખર્ચ શા માટે કરવામાં આવે છે તેવો તમને વિચાર આવતો હોય તો જાણી લો તેનું પણ કારણ. અહીં કેટલાક અપરાધિ એવા છે જે અત્યંત ખુંખાર છે. રિપોર્ટસ અનુસાર 9/11 હુમલાનો માસ્ટરમાઈંડ ખાલિદ શેખ મોહમ્મદ પણ આ જ જેલમાં બંધ છે. આ જેલની ત્રણ ઈમારત છે. બે ગુપ્ત મુખ્યાલય અને ત્રણ હોસ્પિટલ છે. આ ઉપરાંત અહીં વકીલો માટે પણ અલગ કંપાઉંડ બનેલું છે. જ્યાં કેદી તેમની સાથે વાત કરી શકે છે. અહીં કેદીઓ માટે ચર્ચ અને સિનેમાઘર પણ છે. કેદીઓ માટે જીમ, પ્લે સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે. પહેલા ગ્વાંતનામો બેમાં અમેરિકાનો નેવી બેઝ હતો. પરંતુ પાછળથી તેને ડિટેંશન સેન્ટર બનાવી દેવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશએ અહીં કંપાઉંડ બનાવડાવ્યું જ્યાં આતંકિઓને રાખવામાં આવતાં અને તેને નામ આપવામાં આવ્યું એક્સ રે.