ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કર્યા છે. સંવિધાન દિવસ મુદ્દે ચર્ચા દરમિયાન તેમણે વિરોધ કર્યો હતો. જિગ્નેશ મેવાણીને સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જિગ્નેશ મેવાણીએ થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં. આ મામલે અધ્યક્ષે જણાવ્યુ હતું કે મેવાણીનું વર્તન અયોગ્ય છે. મીડિયામાં આવવા માટે આવું વર્તન કરે છે. આથી મેવાણીને માર્શલે બોલાવી બહાર કાઢ્યા હતાં. આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ 3 દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ CMની માગને ટેકો આપ્યો હતો. મેવાણી ગૃહની માંફી માગે તેવી CMએ માંગ કરી હતી. તો આ તરફ મેવાણીએ સસ્પેન્ડ બદલ કોઇ જ રંજ ન હોવાનું જણાવ્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે માફી તો ક્યારેય માંગીશ નહિં. હું વિજય રૂપાણીને કહું છું કે હું આજે પણ નહીં અને કાલે પણ નહીં, હું ક્યારેય માફી નહીં માંગુ. મહત્વનું છે કે, આ મામલે જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા.