ઘરફોડ ચોરીના ૩ ગુન્હાઓ શોધી કાઢતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ શહેરના મોટેરા ખાતે ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ બપોરના કલાક ૧૨/૩૦ વાગ્યાથી રાત્રિના કલાક ૨૧/૦૦ વાગ્યા દરમ્યાન મ.નં. બી/૩૧, મનાલી એપાર્ટમેન્ટ, મોટેરા સ્ટેડીયમની પાસે, ફરિયાદીના ઘરનો લોખંડનો મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ લાકડાના દરવાજાનો ઇન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના ડ્રોઅરમાં મુકેલ સોનાના દાગીનાઓ તથા રોકડ રકમ મળી કુલ્લે કિં.રૂ.૫,૫૯,૦૦૦/- ની મત્તાનો અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા.જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો નોંધાયો છે.ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર પી.બી.દેસાઇ તથા પોતાની ટીમના પો.સ.ઈ. આઇ.એસ.રબારી તથા પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા ટીમના માણસો સાથે ઉપરોકત ચાંદખેડા ખાતેના બનાવવાળી જગ્યાએ વિઝીટ કરી માહિતી મેળવતાં આ ઘરફોડ ચોરીમાં ઉતરપ્રદેશની બિઝનૌર ગેંગના ઇસમો સંડોવાયેલ હોવાનું જણાય આવેલ. જેથી ખાનગી બાતમીદારો મારફતે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ઇસમો શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.

તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ પો.સ.ઇ. આઇ.એસ.રબારી તેની ટીમના માણસો સાથે વર્ક આઉટમાં હતાં. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) આમીરસુહૈલ ઉર્ફે સોહીલ S/0 સમીમઅહેમદ મંગલુ જાતે મલિક, તાજુદ્દિન ઉર્ફે તાજુ S/0 મોહમદ અસલમ મોહમદ સત્તાર જાતે અન્સારી, એઝાઝ S/0 રમજાની જાતે અન્સારીને અમદાવાદ અમરાઇવાડી હાટકેશ્વર સર્કલ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા.આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩૨,૦૦,૦૦૦/-તથા ચાંદીનો કંદોરો કિં.રૂ.૫,૫૨૮/-, અંગઝડતીના નાણા રૂ.૯,૦૦૦/-,વનપ્લસ મો.ફોન કિ.રૂ.૨૦,૦૦૦/-, ઓપ્પો મો.ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-, સેમસંગ મો.ફોન કિ.રૂ.૫૦૦/-,બેગ નંગ-૩ કિ.રૂ.૧,૫૦૦/-, કુંડ્રાઇવર કિ.રૂ.૫૦/-, પાનુ કિ.રૂ.૧૦૦/-, લોખંડનો સળીયો કિ.રૂ.૫૦/- તથા વર્ના ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૩૬,૪૬,૭૨૮/-નો મુદ્દામાલ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓને પુછપરછ કરતાં જણાવેલ કે, દોઢ બે મહિના પહેલાં પોતે ત્રણેય જણા બિઝનોર થી પોતાના બીજા બે સાગરીતો બાબા સાયમંડ તથા હજરત ઉર્ફે અઝહર સાથે મળી ચોરી કરવા ચોરીનો પ્રયાસ કરેલ. બાદ મોટેરા સ્ટેડીયમ પાસે મનાલી ફ્લેટમાંથી ઘરફોડ ચોરી કરેલ. ઘરફોડ ચોરીમાં મળેલ રૂપિયા માંથી કૃષ્ણનગર વિજયપાર્ક પાસે સેકન્ડ હેન્ડ કા

અમદાવાદ ખાતે આવ્યા તેમજ રામોલ તથા હાટકેશ્વર વિસ્તારમાં રૂમ રાખી રોકાયેલ તેમજ વટવા ખાતે પોતાના ઓળખીતા જાવેદને ફોન કરી ઓટોરિક્ષાની સગવડ કરી ચાંદખેડા વિસ્તારમાં એક ફ્લેટમાં શોરૂમમાંથી હ્યુન્ડાઇ વર્ના ગાડી ખરીદ કરેલ છે. તેમજ બિઝનોર, દિલ્હી, અજમેર, મુંબઇ વિસ્તારોમાં ફરતાં તેમજ ત્યાં રોકાતા હતાં. આજથી આઠ દસ દિવસ પહેલાં આરોપી સોહીલ તથા તાજુદ્દિન નાઓએ મુંબઇ થી પોતાના બીજા સાગરીતો સુલતાન અને રિઝવાન સાથે મળી વર્ગ ગાડીનો ઉપયોગ કરી કલોલ, કપિલેશ્વર મહાદેવ પાસે એક ફલેટમાંથી તથા સાબરમતી આનંદ પાર્ટી પ્લોટ પાસે એક ફ્લેટ માંથી ઘરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગી, રોકડા રૂપિયા, વિદેશી ચલણી નોટો ચોરી કરેલ છે.તેમજ આરોપી સોહીલ તથા તાલુદ્દિન નાઓએ બે ત્રણ મહિના પહેલાં દિલ્હી શહેરમાં ફોરવ્હીલ ગાડીમાં પેસેન્જર બેસાડી નજર ચુકવી રોકડા રૂ.૪,૦૦,૦૦૦/- ની ચોરી કરેલ. જે બાબતે દિલ્હી આઇ.પી. સ્ટેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:

(૧) ચાંદખેડા પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૮૨૨૦૪૨૯/૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૨) કલોલ પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૨૦૩૨૨/૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૩) સાબરમતી પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૨૦૬૦૩/૨૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com