રાજ્ય સરકારના કાયદા વિભાગે 178 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના આદેશ આપ્યા

Spread the love

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર

કાયદા વિભાગ દ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના હુકમો કરી દેવામાં આવ્યા છે.આ સેમિનારમાં કરેલી જાહેરાત મુજબ, રાજય સરકારની સ્થાયી સૂચના અન્વયે જે સરકારી વકીલો એક જ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવે છે, તેવા કુલ-178 સરકારી વકીલોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.રાજ્યના 178 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના આદેશ રાજ્ય સરકારના કાયદા વિભાગે આપ્યા છે.

જેમાં રાજકોટના એપીપીઓનો પણ સમાવેશ થાય છે. રાજકોટના અતુલ પટેલને અમદાવાદ મેટ્રો, પડધરીના દિનેશકુમાર પંચાલને મહેસાણા, વિંછીયાના નિલેશ બગથરીયાને રાજકોટ, રાજકોટના હરેશ ડી. ચૌધરીને મહેસાણા શહેર, રાજકોટના જ્યોતિ વ્યાસને નડીયાદ, ગોંડલના વિરાજમીન શેખને ઓલપાડ-સુરત બદલી કરાયા છે.જ્યારે કલોલના અશ્ર્વિન પરમારને રાજકોટ, વિસાવદરના જયદ્રથ જોશીને ધોરાજી, બાયડના શૈલેષભાઈ જોષીને ગોંડલ, ખેડાના બિલ્કીશબેન મનસુરીને ગોંડલ, માતરના હિતેશકુમાર બ્રહ્મભટ્ટને જસદણ, ધોલેરા અમદાવાદના અર્જુનસિંહ ઝાલા અને અમદાવાદ મેટ્રોના અરવિંદ નાયક, અમરકુમાર પરમારને રાજકોટ શહેર ખાતે જવાબદારી સોંપાઈ છે.

સરકારી વકીલોની 2019ની છેલ્લી બેચમાં નિમણૂંક થઇ હતી, તેમણે વર્ગ-2 ના અધિકારી તરીકે સરકારી સેવામાં બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જે પ્રોબેશન પૂર્ણ થયાના આ હુકમો થયા બાદ હવે પછી જે સરકારી વકીલઓએ તેમની હિન્દી અથવા સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની બાકી છે, તે પાસ કર્યા બાદથી ખુબ જ ઝડપથી તેઓના પણ પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ સેમિનારમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com