ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ હજાર કરોથી વધુના વિવિધ વિભાગના પ્રકલપ્ના શુભારંભ સાથે ૧૮ જૂનના રોજ ગુજરાત આવવાના છે. ત્યારે તેમના શુભચીંતકે જે પોસ્ટર લગાવ્યું છે, તે તમામ નગરજનોનું ધ્યાન ખેંચતુ હતું. તે તસ્વીરમાં PM નરેન્દ્ર મોદી દ્વારા કરેલા વિકાસના કામોમાં ઉજ્જવલા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનીટી, તીન તલાક સે મુક્તી, અખંડ ભારત, શ્રી રામમંદીર શિલાન્યાસ, કાશ્મીર ૩૭૦ નાબૂદ, ડીઝીટલ ઇન્ડીયા, મેક ઇન ઇન્ડીયા, નમામી ગંગે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિકાસ સબકા પ્રયાસ, ગુજરાત મોડેલ, સર્જીકલ સ્ટ્રાઇકથી લઇને અનેક વિવિધ કરેલા કામોની ઝાંખી તેમની તસ્વીરમાં જાેવા મળી રહી છે, ત્યારે નગરજનોમાં આ તસ્વીર આકર્ષનું કેન્દ્ર બની હતી, ત્યારે સચિવાલયના પાછળના ગેઇટથી જતા પોલીસ ભવન પાસે લગાવેલી આ તસ્વીર લોકો કૂતુહલથી જાેઇ રહ્યા હતા, ત્યારે ય્ત્ન-૧૮ ના નામાંકિત એવા વ્યક્તિએ આ તસ્વીર જે મૂકી હતી, તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.