આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં ફ્રી વીજળી આંદોલન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટી નું વીજળી ફ્રી કરો આંદોલન નિરંતર આગળ વધી રહ્યું છે. દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી વતી ગુજરાત ની જનતા માટે કલેકટરને આવેદન પત્રો અપાયા છે. ત્યારબાદ વીજળી આંદોલન ને આગળ વધારતા આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચીને, રેલી, પદયાત્રા અને મશાલ યાત્રા જેવા કાર્યક્રમો કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ આજે અમદાવાદ જિલ્લાના ઠક્કરબાપા નગર વિસ્તારમાં જનસંપર્ક કર્યો. જેના દ્વારા તે લોકો સુધી પહોંચ્યા અને તેમને વીજળી સંબંધિત અગત્યના મુદ્દા સમજાવ્યા તથા ફ્રી વીજળી બાબતે લોકોને જાગૃત કર્યા. આ સાથે જ સુરત, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ, પોરબંદર, પંચમહાલ, જામનગર, કચ્છ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટ માં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વીજળી આંદોલન અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ગુજરાત માં વીજળી મોંઘી છે. જે ભાજપ સરકાર ગુજરાતમાં વીજળી નું ઉત્પાદન કરે છે છતાંય ગુજરાત માં દેશની સૌથી મોંઘી વીજળી વેંચે છે. અલગ-અલગ ભ્રમિત કારણો ભાજપ આપે છે પણ પહેલા પરિસ્થિતિ અલગ હતી, પહેલા આમ આદમી પાર્ટી ની જેમ કોઈ ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવા વાળું નહોતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, હવે આમ આદમી પાર્ટી એ ગુજરાતની રાજનીતિ માં પ્રવેશ કરી લીધો છે.

આમ આદમી પાર્ટી એ દિલ્હી માં 200 યુનિટ સુધી મફત વીજળી આપવાનું કાર્ય કરી બતાવ્યું છે. અને પંજાબ માં પણ 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરી દેવામાં આવી છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બહાર થી વીજળી ખરીદીને જનતા ની સગવડ માટે મફત માં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભાજપ સરકાર કેમ નહિ?

જ્યાં સુધી ભાજપ સરકાર ગુજરાત માં વીજળી ફ્રી કરવા કોઈ પગલાં નહિ લે ત્યાં સુધી ગુજરાત ની જનતા માટે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરતી રહેશે. હવે ધીમે-ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે. અમને લાગે છે કે 27 વર્ષ થી ચાલી રહેલી આ સરકાર પર હવે પૂર્ણવિરામ મુકવા આમ આદમી પાર્ટી ને આવનારી ચૂંટણીમાં જીતાડી ગુજરાતની જનતા ભાજપ ને કરારો જવાબ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com