આજે અમદાવાદ પોલીસ અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા સંયુક્ત પણે એક દિવસીય સેમિનાર “પહેલ” નું આયોજન કરાયું
અમદાવાદ
અમદાવાદ પોલીસ અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા સંયુક્ત પણે એક દિવસીય સેમિનાર “પહેલ” નું આયોજન કરવામાં આવ્યું. આજના પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર .પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને પોલીસ બેડાની કામગીરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પોલીસ બેડામાં કામગીરીમાં જરૂરી સૂચનો આપ્યા .
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરતા જણાવ્યું કે,પોલીસ વિભાગ કરતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં વઘુ ભ્રષ્ટાચાર થાય છે. સોથી ઓછો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગમાં થાય છે. પોલિસ વિભાગમાં ભ્રષ્ટાચાર નથી તેમ કહેવું યોગ્ય પણ નથી પરંતુ બાકીના ડિપાર્ટમેન્ટ સામે બદનામ કરવામાં આવે તે યોગ્ય નથી. પોલીસ ફોર્સ અને લશ્કર વચ્ચે તફાવત જણાવતા જણાવ્યું કે લશ્કરેના કર્મીઓને કોઇ ગુનેગારને કોર્ટમા લઇ જવાના નથી હોતા પરંતુ પોલીસ કર્મીને કોર્ટમાં લઇ જવાની પ્રોસેસ કરવી પડે. ઘણી વાર ફરિયાદ ફરિયાદ લખાવતી વખતે ભૂલ કરે તેના કારણે ગુનેગારને ગુન્હો સાબિત કરવામાં મુશ્કેલી આવે છે. પોલીસ કર્મીઓની અને તેમના પરિવારની પણ ચિંતા સરકારે કરવી જોઇએ. પોલીસ કર્મીઓને રહેવા મકાન કાયમી મળે તે માટે રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીને વિનંતી પણ કરી છે. પોલીસ કર્મીઓને તેમના અદિકારી યોગ્ય રિતે મળતા નથી અને યોગ્ય વર્તન થતુ નથી તે સ્થિતિ બદલવાની જરૂર છે. પોલીસ કર્મીઓને આઠ કલાકની નોકરી કરવવાનો પ્રયત્ન થવો જોઇએ. પોલીસ કર્મીઓને સમયસર ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે તે જરૂરી છે. હું પોલીસ કર્મચારી છું મને પણ પોલીસ કર્મી માટે ગર્વ છે. પોલિસ ઘારે તે કરી શકે. પોલિસ ઘારે તો સાંસદ બની શકે છે. પોલિસ માંથી થયેલો સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ લિડ મેળવી શકે છે. પોલીસ વિભાગને લોકો મદદ કરવા તૈયાર હોય છે. પોલિસ કર્મીનું વર્તન સુઘારવા હાંકલ કરી. પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવવા આવતા લોકો માટે બેસવાની વ્યવસ્થા સારી હોવી જોઇએ.પોલીસ કર્મીઓ તેમની ડ્યુટીનો ટાઇમ યોગ્ય રીતે નિભાવે તેવી હાંકલ કરી.ટ્રાફિક પોલીસ કર્મીઓને માત્ર 8 કલાકનો સમય હોય છે તેમાં પણ જો કામ ચોરી થાય તે યોગ્ય નથી તેના કારણે આખા ડિપાર્ટમેન્ટને નુકસાન થાય છે. પોલીક કર્મીને તેમના સારા કામ બદલ પ્રોત્સાહિત કરવા ઇનામ મળવું જોઇએ.ફોર્સ અને સર્વિસમાં અંતર છે. પોલીસ કર્મી કામ કરે ત્યારે સર્વિસના ભાગ રૂપે કરે અને ગર્વ ફોર્સ તરીકે કરવો જોઇએ કેમ કે ફોર્સમાં સર્વિસ કરો છો. પોલીસ કર્મી પોતે પોતાના તરફ વિશિષ્ટ વ્યકિત છે તે રીતે જોવે તો લોકોના પણ એ રીતે જોશે, પોલીસ કર્મી પોતે ફોર્સમાં છે તે સાબિત કરે તો ઘણી સમસ્યા હલ થશે. લશ્કરના જવાનો પણ ફોર્સમાં છે તે પણ ખાખી ડ્રેસ પહેરે છે. તે પણ દુશ્મનોથી દેશનું રક્ષણ કરે છે તેમને દુશ્મ દેખાય તો ગોળી મારવાની સત્તા છે. તેમના પ્રત્યે દેશના લોકોની ભાવના એક અલગ છે તેમના માટે ખૂબ સન્માન છે. પોલીસ કર્મીઓ પણ શહેરમાં અસામાજીક તત્વોથી લોકોનું રક્ષણ કરે છે.લશ્કરને તો દુશ્મન દેખાય તો મારવાનો છે પોલીસ કર્મીઓને તો ગુનેગારોને શોઘવાનો છે. પોલીસ કર્મીઓ માટે ગુનેગારને શોઘી કોર્ટમાં લઇ જવાનું છે. ગુનેગારને સાબિત કરવાનું કરવાનું કામ સરકારી વકિલનું હોય છે પરંતુ જો સરકારી વકિલ ફેઇલ થાય તો પોલીસ કર્મી પર દોષ આવે છે કે પોલીસ કર્મીએ તપાસ યોગ્ય નથી કરી.સરકરી વકિલની અસફળતાનો દોષ પોલિસ કર્મીઓ પર આવે છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, કેટલાક પોલીસ કર્મીઓ સરકાર સામે હડતાળ પર ગયા હતા પરંતુ મે કહ્યુ હતું મારા બ્લોગમાં કે તમને કોઇ સમસ્યા હોય તો મને જણા કરજો. પરંતુ પોલીસ કર્મીઓ તેમની રજૂઆત ગૃહમંત્રી કે અધિકારીઓને જાણ કરવી જોઇએ. પોલીસ કર્મી જો હડતાલ કરે તો ટ્રેડ યુનિયન અને તમારામાં શું ફરક છે. પોલીસ કર્મીઓને સમાન્ય સંજોગોમાં પણ લોકો સન્માન આપે તેવું વાતાવરણ બનાવવું જોઇએ. પોલીસ કર્મી લોકોનાના નાના નાનાકામ કરે તો લોકો તમને માન સન્માન આપશે. પોલીસ કર્મીઓ તેમનું વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે તેના કારણે ફિટનેસ સારી રહેશે. અને તંદુરસ્ત રહેશો તો સારુ કામ કરી શકશો . પોલીસ કર્મી તંદુરસ્ત રહે નિરોગી રહે તેનાથી તેમના પરિવાર અને દેશને વધુ ફાયદો મળે છે.