અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત ‘પહેલ’ સેમિનારનો પ્રારંભ
પોલીસના વર્તનને સુધારવાનો પ્રયાસ કરીશું : કમિશનર
અમદાવાદ
પ્રજા અને પોલીસ વચ્ચેનો સબંધ વધુ સોહાર્દપૂર્ણ બને તેવી ભાવના સાથે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત ‘પહેલ’ સેમિનારનો પ્રારંભ કરાવ્યો. શહેર પોલીસના અધિકારીઓ ઉપરાંત વિવિધ વિષયના નિષ્ણાતો તેમાં ભાગ લઇ રહ્યા છે. લોકો અને પોલીસ વચ્ચે સબંધનો સેતુ સુરક્ષિત સમાજના નિર્માણમાં ખૂબ ઉપયોગી બનશે. શહેરના લોકોને વાહનચાલનમાં સગવડ રહે અને ટ્રાફિકનું નિયંત્રણ સરળતાથી થાય તે માટેની અમદાવાદ ટ્રાફિક પોલીસની એરીયા એડોપ્શન યોજનાનો શુભારંભ કરાવ્યો. આ સ્કીમ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે. અમદાવાદ પોલીસની કામગીરીને વધુ ઉત્કૃષ્ઠ બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બે યોજનાઓ લાગુ કરવા જઇ રહ્યા છે. એક છે પહેલ અને બીજી છે AAS(આસ). જેમાં પહેલી યોજના હેઠળ પ્રજા સાથે માનવીય વ્યવહાર જ્યારે બીજી, એરિયા એડોપ્શન સ્કીમ શરૂ કરવા જઇ રહ્યા છે જેથી પોલીસની કામગીરી વધુ સ્પષ્ટ અને પારદર્શક બને.
પહેલ યોજનામાં શું હશે ?
પ્રજા પ્રત્યેનું પોલીસનું વર્તન, ખાતાની અંદર આંતરિક ફેરફાર તથા અધિકારી- કર્મચારીઓનું એકબીજા પ્રત્યેનું વર્તન આ બાબતોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ યોજના હેઠળ ટ્રેનિંગની શરૂઆત થઇ ગઇ છે.આજથી જ પોલીસ વિભાગ દ્વારા ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. પીઆઇ તથા ઉપરી રેન્કના અધિકારીઓની આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે પહેલ યોજના હેઠળ વન ટાઇમ ટ્રેનિંગ સ્કીમ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ આ યોજનામાં જે પણ સુધારા લાવવા જેવા હશે તે પણ કરીશું.
AASની કરવામાં આવશે શરૂઆત
એરિયા એડોપ્શન સ્કીમ પણ શરૂ કરવામાં આવશે તેમ અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું. જેમાં જે તે વિસ્તારના સ્થાનિકો સાથે સંકલન કરવામાં આવશે તેમજ ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ કરવામાં આવશે. આ માટે પોલીસ અને AMCની સાથે સંકલન સમિતિ બનાવવામાં આવશે. જો કે 6 સંકલન સમિતિઓ તો હાલ કામ કરી રહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં આયોજિત એક દિવસીય આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા અમદાવાદના મેયર પ્રદિપ પરમાર સહિતના મહાનુભવો ઉપસ્થતિ રહ્યા હતા.