આરોપી રફિક અલ્લાઉદ્દીન સિપાઇ
અમદાવાદ
અમદાવાદમાં આગામી દિવસોમાં રથાયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીકની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એચ.એમ.વ્યાસે પોલીસ સબ ઇન્સપેકટર જે.આર.બલાત તથા ટીમના માણસોને અમદાવાદમાં પેટ્રોલીંગમાં મોકલ્યા હતા તે
દરમ્યાન ટીમના ASI ભગવાનભાઈ મસાભાઈ તથા ASI કિરીટસિંહ હરીસિંહને સંયુકત બાતમી હકીકત મળેલ કે ” એક વ્યક્તિ હાલ અમદાવાદમાં ગેરકાયદેસરનું હથિયાર રાખી તેનું વેચાણ કરવા અથવા તેનો નિકાલ કરવા નારોલ વિશાલા રોડ, આર.વી.ડેનીમ ફેકટરી પાસે ઉભો છે. બાતમી આધારે જાહેરમાંથી આરોપી રફિક અલ્લાઉદ્દીન સિપાઇને પિસ્ટલ નંગ-૧ કિ રૂ.૨૫,૦૦૦/ સાથે ઝડપી પાડયો હતો. આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે.પાર્ટ બીમાં ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરીયાદ દાખલ કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપી ગેરકાયદેસરનું હથિયાર કોની પાસેથી અને કેમ મેળવી લાવેલ હતો, તે સબંધે વધુ તપાસ જારી છે.