GJ-18 મનપા ખાતેની એમ.એસ. બિલ્ડીંગ માં મનપા દ્વારા આયુષ્માન ભારત યોજના (PMJAY) ભોંયતળિયે કાર્યરત છે, ત્યારે કાર્યાલયની બહાર જ શૌચાલય હોવાથી અનેક અરજદારો જે આયુષ્માન ભારત નું કાર્ડ કઢાવવા આવ્યા હોય છે તે શૌચાલય ની દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે, ત્યારે સ્ટાફ આખો દિવસ ત્યાં ડ્યુટી કરી રહ્યો છે ત્યારે આ દુર્ગંધથી કેમ બેસી શકે છે, તે એક પ્રશ્ન છે. સૌચાલયો સુંવ્યવસ્થિત સાફ -સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા થતી ન હોવાની પણ બૂમ ઉઠવા પામેલ છે, ત્યારે શૌચાલય ની ગંદકી અને તેની દુર્ગંધથી આવન-જાવન કરતાં હજારો નાગરિકો રૂમાલ ઢાંકીને જઈ રહ્યા છે, ત્યારે મેયર,ડે. મેયર,ચેરમેન રોજ-બ-રોજ આ રસ્તેથી પસાર થાય છે પણ તેમને દુર્ગંધ આવે છે, કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે નહિતર આ પ્રશ્નનો તાત્કાલીક નિરાકરણ થઈ ગયું હોય ? ત્યારે મનપાનાં સત્તાધીશો પ્રજાના પ્રશ્ન એ આનું કંઈક સોલ્યુશન કરો, બાકી દુર્ગંધનું પોલ્યુશન વધી ગયું છે.