GJ-18 કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહની નિંમણુંક થઇ છે, ત્યારે પાછળ અટક વાઘેલા લખવામાં આવી છે, ત્યારે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, તેમાં અગાઉ પ્રદીપસિંહ વાઘેલા પોતે કાર્યકારી પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા, ત્યારે અગાઉ પ્રમુખ તરીકે કૌશિકભાઇ શાહ હતા, પોતે વિદેશ ગમન હોઇ જેથી પ્રદીપસિંહ વાઘેલાને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા, ત્યારે દિલ્હીથી ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટી દ્વારા K.C વેણુગોપાલ (જનરલ સેક્રેટરી)ની સહીથી ગુજરાતના ૧૨ જેટલા શહેરમાં પ્રમુખોની નિંમણુકો કરવામાં આવી છે, ત્યારે પ્રથમ નામે શૈલેન્દ્રસિંહનું નામ છે, પણ અટક વાઘેલા લખી હોવાથી શું સમજવું? કારણ કે શૈલેન્દ્રસિંહ વાઘેલા કોઇ વ્યક્તિ કોંગ્રેસમાં નથી, અને શૈલેન્દ્રસિંહ હોય તો પાછળ લખેલ વાઘેલા અટકથી કાર્યકરોમાં અસમંજસ એવી પડી ગઇ છે, કે પ્રદીપસિંહ વાઘેલા, ત્યારે અહીંયા છબરડો જાેવા મળ્યો છે,હાલ પૃચ્છા સુત્રો દ્વારા કરતાં શૈલેન્દ્રસિંહનું નામ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પાછળ વાઘેલા હોવાથી પ્રદીપસિંહ પોતે કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા છે, જેથી શંકા ઉપજાવે કે શૈલેન્દ્રસિંહ? કે પછી વાઘેલા?