ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે..આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતા સેવાઈ રહી છે.એક તરફ ભાજપે ૫ રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ ગુજરાત પર ફોકસ વધારી દીધું છે ખુદ પીએમ મોદી અને અમિત શાહ અવારનવાર ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં આપ પાર્ટી પણ ટક્કર આપવામાં કોઈ કાચું કાપી રહી નથી તેના પણ રાષ્ટ્રીય નેતાઓ સીએમ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે પણ બીજી તરફ જાેઈએ તો કોંગ્રેસ આ બંને પક્ષોની ચૂંટણી વ્યૂહરચના સામે પાછળ પડતી લાગી રહી છે. કોંગ્રેસ હજુ સુસ્ત છે તેવા પ્રશ્નો હવે પાર્ટીના કાર્યકર્તાઓ જ ઉઠાવી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની કામગીરી સામે હવે કોંગ્રેસ નેતાઓ જ પ્રશ્ન કરી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પક્ષનું કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. અને એક સૂચક ટ્વીટ કરી કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે.ભાજપ અને છછઁ ચૂંટણી મોડમાં છે. કોંગ્રેસ શું કરી રહી છે? શું તે સુસ્ત સ્થિતિમાં છે?
૨૦૨૨ નું આ વર્ષ અડધુ પડધુ પસાર થઇ ચૂક્યું છે પણ આ વર્ષ જાણે કે શરૂ થવાનું હતું ત્યારથી જ આ વર્ષ માટેની તૈયારીઓ અને કહો કે ઉત્સુકતા રાજકીય પક્ષોમાં આછી પાતળી જાણે કે પડઘાવા લાગી હતી. બેશક ૨૦૨૨નું આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે એટલે એ પરિપ્રેક્ષ્?યમાં રાજકીય પક્ષો માટે અતિ મહત્વપૂર્ણ વર્ષ છે જ. આ વર્ષ શરૂ થતા જ એવી ચર્ચાઓએ જાેર પકડ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે. આ અટકળોની વચ્ચે અડધુ વર્ષ તો પસાર પણ થઇ ગયું અને હવે રાજકીય પક્ષો પાસે ખરેખર થોડો જ સમય ચૂંટણીની તૈયારીઓ માટે વધ્યો છે.
નાનામાં નાની ચૂંટણી પણ રાજકીય પક્ષો માટે અતિમહત્વપૂર્ણ હોય છે તો ૨૨ ની તો વિધાનસભાની ચૂંટણી છે અને તે પણ ગુજરાતની ચૂંટણી છે એટલે તેનું મહત્વ સ્વાભાવિક વધુ રહેવાનું, ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક હથ્થુ શાસન, તેમાં પણ દિલ્હીમાં પણ બીજેપીની સરકાર અને તેમાં પણ પાર્ટીના સૌથી મહત્વપૂર્ણ અને પાવરફુલ હોદ્દા પર બે ગુજરાતી. તે રીતે પણ ગુજરાતની ચૂંટણી વધુ મહત્વની ભાજપ માટે, સામે પક્ષે કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી વનવાસ ભોગવી રહ્યું છે તો તેને ગુજરાતની જનતામાં પોતાની વિશ્વસનીયતા પાછી મેળવવા માટેના પ્રયાસો વધુ તેજ કરી પોતાના વનવાસને પૂરો કરવા પ્રયાસો કરવા પડશે. આ તરફ – દિલ્હી ત્યારબાદ પંજાબ અને હવે મોદીના ગઢ પર જેમની નજર છે તેવી આમઆદમી પાર્ટી પણ ભરપૂર પ્રયાસોમાં લાગી ગઇ છે. પણ કોંગ્રેસ તેની દશા કે દિશા બદલવા માંગતી ન હોય તેમ હજુ તે ચૂંટણીના મૂડમાં દેખાઈ રહી નથી.
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ સર્વે એજન્સીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. મતદારોનો મિજાજ જાણવા માટે રાજકીય પક્ષોએ વિવિધ એજન્સીઓને કામ સોંપ્યું છે.. હાલ ગુજરાતમાં ૬થી વધુ એજન્સીઓ સર્વેની કામગીરી કરી રહી છે.. જેમાં છમ્સ્ સહિતની એજન્સીઓના સ્ટ્રેટેજી મેકર્સ-સર્વેયર રાજ્યમાં કામગીરી કરી રહ્યા છે. આ એજન્સીઓ વિવિધ રાજકીય પાર્ટીઓ માટે સર્વે કરી રહી છે. હાલ ૨ એજન્સી માત્ર સૌરાષ્ટ્રમાં જ સર્વે કરી રહી છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સર્વે માટે છમ્સ્ની મદદ લીધી હતી અને તેના આધારે કામ કર્યું હતું.. ભાજપ માટે એકથી વધુ એજન્સી પ્રજા વચ્ચે કામ કરી રહી છે..રાજ્યમાં ઝોન વાઇઝ સર્વે એજન્સીઓએ ઈન્ચાર્જ બનાવ્યા છે..