અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર અને પોલીસ દળ અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા

Spread the love

મુખ્યમંત્રી દ્વારા C.M. Dashboard ખાતેથી રથયાત્રાનું મોનીટરીંગ કરાયું

મ્યુનીસીપલ કમિશનર દ્વારા પાલડી ખાતેના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રાનું મોનીટરીગ કરાયું

અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે.મુખ્યમંત્રીશ્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

રથયાત્રા દરમ્યાન સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લિ. દ્વારા કરવામાં આવેલ કામગીરી

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી નીકળેલ રથયાત્રામાં અમદાવાદ શહેરના દરેક ભાવિ ભક્તો દ્વારા હર્ષોઉલ્લાસ તથા શ્રધ્ધા સાથે ભાગ લીધેલ, સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની અસરકારક રીતે જાળવણી થાય તે હેતુથી કૂલ ૯૪ જેટલા CCTV Cameras દ્વારા શહેર પોલીસ ની સાથે રહીને મોનિટરીંગ સ્માર્ટ સીટી કંટ્રોલ રૂમ ખાતેથી કરેલ વધુમાં શહેર પોલીસ દ્વારા માગણી કર્યા મુજબ ૯ અલગ અલગ પોલીસ સ્ટેશન પર ઉપરોક્ત કેમેરાની લાઇવ ફીડ આપેલ હતી આ ઉપરાંત ગુજરાત સરકાર ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતેના ત્રિનેત્ર કંટ્રોલ રૂમમાં પણ આજ કેમેરાઓ દ્વારા રથયાત્રાનુ મોનીટરીંગ કરવામાં આવેલ માનનીય મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ચીફ સેક્રેટરીશ ,અધિક મુખ્ય સચિવ, ડી.જી.પી. તથા અન્ય મહાનુભાવોઅને અધીકારીઓ દ્વારા C.M. Dashboard મારફતે આ લાઇવ ફીડથી સમગ્ર રથયાત્રાનુ મોનીટરીંગ કરેલ. વધુમાં અમદાવાદ શહેરના નાગરિકોને રથયાત્રાના દર્શન તેઓની નજીક સ્થળેથી થઇ શકે તે માટે સ્માર્ટ સીટી સંચાલિત ૧૦૯ જેટલી VMD પર આ રથયાત્રા નુ જીવંત પ્રસારણ બતાવવામાં આવેલ જે શહેરીજનો દ્વારા બહોળો પ્રતિસાદ આપવામાં આવેલ.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com