અમદાવાદ-જામનગર તથા બે નગરોને રપપ.૭૬ કરોડ રૂપિયાના કુલ ૩૦પ૦ કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

Spread the love

 

અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝોનમાં ૧૯૬૧ કામો માટે રૂ. ૧૯૫.૨૫ કરોડ અને સ્ટ્રીટ લાઇટના ૪પ૬ કામો માટે રૂ. ૧ર.૬૯ કરોડની મંજૂરી : જામનગર મહાનગરપાલિકાને પ૮૮ કામો માટે રૂ. ૪૩.૮પ કરોડ મળશે

અમદાવાદ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી શભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ૩૦પ૦ કામો માટે રૂ. રપપ.૭૬ કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકામાં ર૪૧૭ જેટલા કામો માટેની રૂ. ર૦૭.૯૪ કરોડ રૂપિયાની દરખાસ્તને અનુમતિ આપી છે.એટલું જ નહિ, જામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના પ૮૮ કામો માટે રૂ. ૪૩ કરોડ ૮પ લાખની રકમ મંજૂર કરી છે.

તેમણે બારેજા નગરપાલિકાને ૧ર કામો માટે રૂપિયા ૧ કરોડ ૧૮ લાખ તથા કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે ૩૩ કામો માટે રૂ. ર કરોડ ૭૯ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ૭ ઝોનમાં ૧૯પ.રપ કરોડ રૂપિયા ૧૯૬૧ કામો માટે તેમજ ૧ર.૬૯ કરોડ રૂપિયા ૪પ૬ જેટલા સ્ટ્રીટ લાઇના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેનાથી સી.સી. રોડ, પેવર બ્લોક નાંખવા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ ર૪૧૭ કામો અમદાવાદમાં હાથ ધરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકામાં આવા ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અન્વયે મધ્ય ઝોનમાં રૂ. ર.૭પ કરોડ ૩ર કામો માટે, પૂર્વ ઝોનમાં રૂ. ૩૪.૧૮ કરોડ ૪૦૬ કામો માટે, ઉત્તર ઝોનના ર૬૦ કામો માટે રૂ. ર૦.૬૦ કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૪૭ કામોના હેતુસર રૂ. ર૧.પ૩ કરોડ, દક્ષિણ ઝોનમાં ૪૬ર કામો માટે રૂ. ૪૪.૭ર કરોડ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવા ર૪ર કામો માટે રૂ. ર૮.૦ર કરોડ તથા પશ્ચિમ ઝોનમાં ૪૧ર કામો માટે રૂ. ૪૩.૪૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામોનો લાભ અમદાવાદના વિવિધ ઝોનના સમગ્રતયા પ૮,૭૭૮ પરિવારો-કુટુંબોને મળશે.

મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે કુલ-પ૮૮ કામો માટે રૂ. ૪૩.૮પ કરોડની રજૂ થયેલી દરખાસ્તને અનુમતિ આપી છે.જામનગર મહાનગરપાલિકા હવે, આ પ૮૮ કામો અંતર્ગત પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે.ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત બારેજા નગરપાલિકાને ૧ર કામો માટે રૂ. ૧.૧૮ કરોડની મંજૂરી આપી છે.

આ કામો થવાથી બારેજાના ૬ર૦ પરિવારોને સી.સી. રોડ અને પેવર બ્લોકની સુવિધા મળશે. તેમણે કરજણ નગરપાલિકાને રૂ. ર.૭૯ કરોડના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સી.સી. રોડ અને પેવર બ્લોકના ૩૩ કામો માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે.કરજણ નગરના ૧૧૭ર પરિવારોને આ કામોના પરિણામે વધુ સુખાકારી સુવિધા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સમગ્રતયા ૩૦પ૦ કામો માટે કુલ રપપ.૭૬ કરોડની ફાળવણી કરાશે તથા કુલ ૬૧,૧પ૮ પરિવારોને આ કામોથી સુવિધા પ્રાપ્ત થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ ૭૦:ર૦:૧૦ મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com