વસ્ત્રાલ હિટ એન્ડ રન એકસીડન્ટમાં મરનારની પત્ની તથા તેના પ્રેમીએ ૧૦ લાખની સોપારી આપી ખૂન કરાવેલ હોવાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી પત્ની શારદા ઉર્ફે સ્વાતી તથા તેનો પ્રેમી નિતીનભાઇ કાનજીભાઇ પ્રજાપતિ

અમદાવાદ

વસ્ત્રાલ અમદાવાદ ખાતે ગઇ તા.૨૪/૬/૨૦૨૨ ના વહેલી સવારના છ થી સાડા છ વાગ્યા દરમ્યાન આર.એ.એફ કેમ્પ સામે હુન્ડાઇ શોરૂમ પાસે જાહેર રોડ ઉપર શૈલેષભાઇ લાલજીભાઇ પ્રજાપતિનું હિટ એન્ડ રન માં એકસીડન્ટ કરી મોત નિપજાવ્યું હતું.જે સબંધે ટ્રાફિક “આઇ” પોલીસ સ્ટે. માં ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (એ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ (બી) મુજબનો ગુનો દાખલ થયો હતો .આ ઇરાદાપૂર્વક થયુ હોય તેમ લાગતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.માંડલિક ની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.દેસાઇના સુપરવિઝન હેઠળ સ્કોડના પો.સ.ઇ. જે.આર.ભરવાડ તથા પો.સ.ઇ. કે.એમ.ચાવડા તથા સ્ટાફના માણસોએ તમામ પ્રયત્નો હાથ ધરેલ હતા તે દરમિયાન તા. ૪/૭/૨૦૨૨ ના રોજ સ્કોડના હે.કો.રાકેશસિંહ રામવીરસિંહે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે આવી બાતમી હકીકત આપેલ કે અમદાવાદ ખાતે શૈલેષભાઇ લાલજીભાઇ પ્રજાપતિનું મોત નિપજાવવા પાછળ મરણ જનારની પત્ની શારદા ઉર્ફે સ્વાતી તથા તેનો પ્રેમી નિતીનભાઇ કાનજીભાઇ પ્રજાપતિ છે જે વચ્ચે છેલ્લા ઘણા સમયથી આડા સબંધ હોય. પ્રેમ પ્રકરણમાં શારદા ઉર્ફે સ્વાતીના પતિ શૈલેષ પ્રજાપતિ નડતરરૂપ હોય. જેથી નિતીન પ્રજાપતિએ તેનો કાંટો કાઢી નાંખવા સારૂ યાસીન ઉર્ફે કાણીયાને રૂપિયા ૧૦ લાખમાં સોપારી આપી એકસીડન્ટ કરાવી ખૂન કરાવેલ હતું.જેને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લઇ આવવા સૂચના કરવામાં આવેલ જે આધારે (૧) શારદા ઉર્ફે સ્વાતી શૈલેષભાઇ પ્રજાપતિ , નિતીનભાઇ કાનજીભાઇ પ્રજાપતિ, રીલાયન્સ પેટ્રોલપંપ સામે ૨૦૦ ફુટ રીંગ રોડ વસ્ત્રાલ મળી આવેલ. જયારે યાસીન ઉર્ફે કાણીયાની તપાસ કરાવતાં ઘરે હાજર મળી આવેલ નહી. પૂછપરછ કરતાં બન્ને જણા ભાંગી પડેલ તેમજ જણાવેલ કે, બન્ને વચ્ચે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સબંધ હોય.આજથી બે વર્ષ પહેલા મરણ જનારને તેઓના આડા સબંધ અંગેની જાણ થઇ ગયેલ હોય, તેઓના પ્રેમ સબંધમાં અડચણ રૂપ બનતો હોય, જેથી તેનો કાંટો કાઢી એકસીડન્ટ કરી મારી નખાવવાનો પ્લાન બનાવ્યો હતો.આરોપી નિતીન પ્રજાપતિની પૂછપરછમાં જાણવા મળેલ કે પોતે તથા મરણ જનાર શૈલેષ લાલજીભાઇ પ્રજાપતિ એક જ ગામ રાણપુર બોટાદના વતનીઓ છે. જેના કારણે બન્નેને એકબીજાના ઘરે આવવા જવાના સબંધો હતાં, આ સબંધો દરમ્યાન નિતીન પ્રજાપતિ તથા મરણ જનારની પત્ની શારદા ઉર્ફે સ્વાતીને એકબીજા સાથે પ્રેમસબંધ બંધાયેલ.જે પ્રેમ સબંધના કારણે મરણ જનાર શૈલેષ પ્રજાપતિને નિતીન પ્રજાપતિએ પોતાના જમીન લે વેચના ધંધામાં છેલ્લા બે વર્ષથી ભાગીદાર બનાવેલ જેના કારણે નિતીન પ્રજાપતિ રોકટોક વગર અવાર નવાર શૈલેષ પ્રજાપતિના ઘરે આવતો જતો હતો. બંને આરોપીઓએ પ્રેમ સબંધમાં નડતર રૂપ બનતા શૈલેષ પ્રજાપતિનું ખૂન કરાવી આવા ગંભીર પ્રકારના ગુનાને એકસીડન્ટમાં ખપાવેલ હોય, તેમ છતાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી બન્નેની આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-ના કબ્જે કરી તેઓની તા.૪/૭/૨૦૨૨ ના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામે પકડાયેલ બન્ને આરોપીઓને ટ્રાફિક ” આઇ “ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com