પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકનું કર્યું ઉદ્ઘાટન : દેશમાં ભ્રષ્ટાચારને લગામ લાગી

Spread the love

 

 

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

અમદાવાદ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજયપાલ  આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.વડાપ્રધાનના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમ જ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.પીએમ નરેન્દ્ર મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨’નો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી દેશવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો છે..ડિજિટલ ઈન્ડિયા વીક-2022માં પીએમ મોદીએ સંબોધન માં જણાવ્યું કેસ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ હોય અને એનીમેશન હોય, આવા અનેક સેક્ટર જે future digital tech ને વિસ્તાર આપવાના છે, તેને ઈનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે.વિશ્વના 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. આજે મોલમાં જે ટ્રાન્ઝેક્શનની ટેક્નોલોજી છે, તે ટેક્નોલોજી ફુટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છે.કોરોના કાળમાં 3 કરોડથી વધુ લોકોએ ઘરે બેસી મોબાઇલ પર તબીબી સલાહો લીધી.

 

દેશમાં વન નેશન વન રાશનની મદદથી 80 કરોડ લોકોને ફ્રી રાશન આપ્યું. આ ટેક્નોલોજીનો કમાલ છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ટેક્નોલોજીની મદદથી દેશમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સીનેશન અભિયાન ચલાવ્યું.ડિજિટલ ક્રાંતિને કારણે રોજગારની તકોમાં ખુબ વધારો થયો . દેશમાં ગરીબો સૌથી વધુ વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરે છે. ડિજિટલ ઈન્ડિયાની એક અન્ય તાકાત પણ છે. ડિજિટલ સુવિધાને કારણે અનેક ખોવાયેલા બાળકોનું તેના પરિવારો સાથે મિલન થયું.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા 8 વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા છે. સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને નથી અપનાવતા તેવા દેશને સમય પાછળ છોડી દેતો હોય છે.આજે આપણે ગૌરવપૂર્ણ કહી શકીએ કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાતિ, ઇન્ડસ્ટ્રી 4.0 ની દિશા દુનિયાને બતાવી રહ્યું છે.દેશમાં ગરીબોને મળ્યો જનધન, મોબાઇલ અને આધારનો લાભ.ઈ-સંજીવનીનો અત્યાર સુધી ત્રણ કરોડ લોકોને લાભ મળ્યો. ડિજિટલ ઈન્ડિયાને કારણે ભ્રષ્ટાચાર પર લગામ લાગી છે. પહેલા સામાન્ય કામ માટે પૈસા આપવા પડતા હતા. ડિજિટલ ઈન્ડિયા વચેટિયાઓનું નેટવર્ક સમાપ્ત કરી રહ્યું છે.ડિજિટલ ઈન્ડિયાએ ટેક્નોલોજીને વધુ સરળ બનાવી.ગુજરાત ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા નિભાવી રહ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારતે ડિજિટલ અભિયાનને સમગ્ર વિશ્વની સામે રાખ્યું.ટેક્લોનોજીનો સાચો ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે, તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઈન્ડિયા અભિયાન તરીકે વિશ્વની સામે રાખી છે.મને ખુશી છે કે 8 વર્ષ પહેલા શરૂ થયેલું અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છે.

8-10 વર્ષ પહેલા બેન્કથી લઈને રાશન સહિત અનેક કામ માટે લાઈનો લાગતી હતી. પરંતુ હવે ડિજિટલ ક્રાંતિને કારણે આ તમામ સુવિધા ઓનલાઇન થઈ છે. આજનો કાર્યક્રમ 21મી સદીના ભારતની ઝલક છે. સમયની સાથે ટેક્નોલોજીનો સમાવેશ થયો. જે લોકો ટેક્નોલોજી સાથે ચાલતા નથી, તે સમયથી પાછળ રહી જાય છે.

શું છે ડિજિટલ ઈન્ડિયા વીક કાર્યક્રમ

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.

વધુમાં, ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે. ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજી કલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com