નિકોલમાં દુર્ગા પ્લાસ્ટીક અને રામદેવ પેકેજીંગને ત્યાંથી ૪.૨ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Spread the love

 

અમદાવાદ

૧ જુલાઇ-૨૦૨૨ થી દેશભરમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટીફિકેશન (પરિપત્ર) મુજબ તથા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની જનરલ બોર્ડ ઠરાવ નં.૩૧૩ તા.૨૬/૧૧/૨૦૨૧ થી મળેલ મંજુરીથી અમદાવાદ શહેર વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વેચાણ, ઉપયોગ,સંગ્રહ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ અનુસંધાને પૂર્વઝોન સો.વે.મે. વિભાગ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૨ના રોજ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે મુજબ પૂર્વઝોનના નિકોલ વોર્ડના સો.વે.મે.વિભાગને દુર્ગા પ્લાસ્ટીક યુનીટ, સરનામુ.૩૯,શ્રીરામ એસ્ટેટ, કઠવાડામાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉત્પાદન બાબતે માહિતી મળતા સ્થળ તપાસ કરતા સદરહુ યુનીટમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉત્પાદન માલુમ પડેલ જે અનુસંધાને નિયમાનુસાર સદરહુ એકમમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ અને ધંધાકીય એકમને સીલ કરવામાં આવ્યા હતા.

અને રામદેવ પેકેજીંગ, સરનામુ. બી/૩૦, ઉમિયાનગર સોસાયટી, ઉત્તમગર કેનાલ પાસે, નિકોલમાં અગરબત્તી પેકેજીંગમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા માલુમ પડેલ જે અનુસંધાને સદરહુ બન્ને એકમોને અત્રેથી સો.વે.મે.વિભાગ દ્વારા નિયમાનુસાર એકમમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ અને ધંધાકીય એકમને સીલ કરવામાં આવ્યા હતા.આમ ઉપરોક્ત બન્ને એકમોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો અંદાજીત ૦૪ ટન જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.પૂર્વઝોનના અલગ-અલગ વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા કુલ ૨૩૨ એકમો ચેક કરી, કુલ ૭૪ એકમોને નોટીસો આપી રૂા.૯૨૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરી આજ રોજ અંદાજીત કુલ ૪.૨ ટન પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરેલ છે.આવનારા દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકના વેચાણ, ઉપયોગ,સંગ્રહ અને ઉત્પાદન અંગે સધન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com