રાજ્યના કયા જિલ્લામાં હથિયાર પરવાના રદ કરવા તંત્ર આક્રમક બન્યું

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી જાણે ગન કલ્ચર અસ્તિત્વમાં આવ્યુ હોય તેમ લોકો હથિયારના પરવાના લેતા હતા. પાક રક્ષણ અને સ્વરક્ષણ માટે અપાતા પરવાનાઓની સંખ્યા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં નોંધપાત્ર રીતે વધી છે. ત્યારે આ પરવાનેદારોએ થોડા સમયના અંતરે હથિયારનું લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય છે. પરંતુ અમુક આળસુ પરવાનેદારો લાયસન્સ રીન્યુ કરાવતા નથી. ત્યારે હથિયારનું લાયસન્સ રીન્યુ ન કરાવનાર 499 અને હથિયારનો ઉપયોગ ગુનાના કામે કર્યો હોય તેવા 106 પરવાનેદારોના પરવાના રદ્દ કરવા જિલ્લા પોલીસ વિભાગ તરફથી વહીવટી તંત્રને દરખાસ્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લોકોમાં છેલ્લા થોડા વર્ષોથી ફટકડી ટીંગાડવાનો ભારે ક્રેઝ છે. જિલ્લામાં ગન કલ્ચર અસ્તિત્વમાં આવતા દેખાદેખીમાં લોકો હથિયારના પરવાના લે છે. હથિયારના પરવાના લીધા બાદ અમુક આળસુ લોકો હથિયારના પરવાના રીન્યુ પણ કરાવતા નથી. ત્યારે, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને જધૠ ઙઇ વી.વી. ત્રીવેદી દ્વારા આવા હથિયારના પરવાના રીન્યુ ન કરાવનાર લોકોની યાદી તૈયાર કરાવડાવામાં આવી છે. જિલ્લાના દરેક પોલીસ મથકેથી હથિયારના પરવાનેદારનું લીસ્ટ મંગાવી જેણે જેણે હથિયારના પરવાના રીન્યુ કર્યા નથી તેવા લોકોની યાદી બનાવતા જિલ્લામાં હથિયારના પરવાના રીન્યુ ન કર્યા હોય તેવા 499 પરવાનેદારો સામે આવ્યા છે. આ ઉપરાંત પાક રક્ષણ અને સ્વરક્ષણ માટે લીધેલા પરવાનાનો ગુનાના કામે ઉપયોગ કરાયો હોય તેવા 106 બનાવો સામે આવ્યા છે. જેમાં પરવાનેદારોએ પોતે અથવા તો પરવાનેદારોના હથિયારનો અન્ય લોકોએ ગુનાના કામે ઉપયોગ કર્યો હતો. આથી રીન્યુ ન થયા હોય તેવા 499 અને ગુનાના કામે વપરાયા હોય તેવા 106 સહીત 605 હથિયારના પરવાના રદ્દ કરવા જિલ્લા પોલીસ વિભાગ તરફથી વહીવટી તંત્રને દરખાસ્ત કરાઇ છે. જેમાં પાક રક્ષણના પરવાના નાયબ કલેકટર કક્ષાએથી અને સ્વરક્ષણના હથિયારના લાયસન્સ કલેકટર કક્ષાએથી રદ્દ કરવાની આગામી સમયમાં તજવીજ હાથ ધરવામાં આવશે. ચોટીલા, સાયલા, લીંબડી પંથકમાં સૌથી વધુ હથિયારના લાયસન્સ
જિલ્લામાં આમ તો સમગ્ર તાલુકામાં હથિયારના લાયસન્સ ધારકો રહેલા છે. પરંતુ જિલ્લાના ચોટીલા, સાયલા અને લીંબડી તાલુકામાં હથિયારના લાયસન્સ ધારકો સવિશેષ જોવા મળે છે. ગુનાના કામે હથિયારનો ઉપયોગ થયો હોય તેવા બનાવો પણ આ તાલુકામાં જ વધી રહ્યા છે. આથી જ પોલીસ વિભાગ લાલ આંખ કરીને આવા પરીવાનેદારોના પરવાના રદ્દ કરવા દરખાસ્ત કરી છે. પાક રક્ષણના પરવાના બંધ કરવા પણ વિચારણા
આ અંગે નીષ્ણાતોના જણાવાયા મુજબ અગાઉના સમયમાં ખેડૂતોને પાકના રક્ષણ માટે હથિયારના પરવાના અપાતા હતા. જેમાં ખેડૂતોના ઉભા મોલને નીલગાય, રોઝ, જંગલી ભુંડ જેવા પશુઓ નુકશાન ન કરે તે તેનો હેતુ હતો. પરંતુ હાલના સમયમાં ખેડૂતોને પોટેટો ગન, ઝાટકા, ફેન્સીંગ જેવી સુવીધાઓ મળે છે. તેમાં પણ સરકાર સબસીડી આપે છે. ત્યારે હાલ પાક રક્ષણના પરવાના આપવા બંધ કરવા જોઈએ તેવી પણ સરકાર વીચારણા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com