ખેડૂતોને મળતી વીજળીના ભાવ ઘટાડવા આમ આદમી પાર્ટીની માંગ : ગુજરાતમાં ખેતીની વીજળીના ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ : સાગર રબારી

Spread the love

 

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી

હોર્સ પાવર: રૂપિયા 650/ હોર્સપાવર/ વાર્ષિક, બીજો ભાવ છે, મીટર 0.60 પૈસા/યુનિટ અને ત્રીજો ભાવ છે, મીટર 0.80 પૈસા/યુનિટ

ભાજપનું અભિન્ન અંગ ભારતીય કિસાન સંઘ આંદોલનના નામે ખેડૂતોને છેતરવાનું કામ કરે છે : સાગર રબારી

અમદાવાદ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો હંમેશા સરકારની ખોટી નીતિઓના કારણે પાયમાલ બનતા ગયા છે. આઝાદીના 70 વર્ષ પછી પણ ગુજરાતના ખેડૂતો આજેય દયનીય સ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. કોઈ પણ સરકારે ક્યારેય પણ ખેડૂતોના મુદ્દા પર ધ્યાન નથી આપ્યું અને આ જ કારણે આજે પણ ગુજરાતના ખેડૂતો વિકટ પરીસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પણ મળતું નથી અને પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી. આજે સબસિડાઇઝ યુરિયા ખાતરના વેચાણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આવી કેટલીયે વાતોથી આજે ગુજરાતના ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના મુદ્દા પર ઘણા બધા સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે. પરંતુ ઘણા સંગઠનોએ રાજનીતિને મહત્વ આપીને ખેડૂતોના મુદ્દાને દબાવવાના પ્રયત્ન પણ કર્યા છે. ગરીબ ખેડૂતો ક્યારેય મોટા લેવલ પર ચાલતી રાજનીતિને સમજી શકતા નથી તે જ કારણોસર આવા સંગઠનો અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી રાજનૈતિક પાર્ટીઓ ખેડૂતોનું લોહી ચુસી રહ્યા છે. આવું જ એક સંગઠન છે ભારતીય કિસાન સંઘ. ભારતીય કિસાન સંઘ ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી. કારણ કે તેઓએ ખેડૂતો ના મુદ્દાઓની જગ્યાએ રાજનીતિને વધારે મહત્વ આપ્યું છે અને ખેડૂતોને છેતરવાનું કામ કર્યું છે. ભારતીય કિસાન સંઘ આજે ખેડૂતો માટે નહીં પણ ભાજપ માટે કામ કરી રહ્યું છે. એટલે સ્વાભાવિક વાત છે કે ભારતીય કિસાન સંઘ ફક્ત ભાજપને ફાયદો થાય તે પ્રમાણે ખેડૂતોને ઉપયોગ કરી રહી છે.

હમણાં ભારતીય કિસાન સંઘે વીજળીના ભાવોને લઈને આવેદન પત્ર આપ્યા. જો ભારતીય કિસાન સંઘ સાથે જ ખેડૂતો નું ભલું ઈચ્છતું હોય તો પોતાની ભાજપ સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોની વીજળીની સમસ્યા નું સમાધાન લાવી શકે છે. પરંતુ આવા અસરકારક પગલા ઉઠાવવાની જગ્યા ઉપર ભારતીય કિસાન સંઘ ખોટા ખોટા આવેદનપત્ર આપીને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે.ખેતીના વીજ ક્નેક્શનોને લઈને ભારતીય કિસાન સંઘનો ભૂતકાળ શું રહ્યો છે? ભારતીય કિસાન સંઘે ફક્ત ખેડૂતોને સત્તા માં પહોચવા ઉપયોગ કર્યો છે. ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીને સત્ત્તામાં લાવવા માટે જ ખેડૂતોનો ઉપયોગ કર્યો છે.

હાલ ગુજરાતના ખેડૂતો જે વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એમાં મુખ્ય સમસ્યા એ છે કે આખા ગુજરાતમાં ખેતી માટે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે, એના માટે ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. એક છે, હોર્સ પાવર: રૂપિયા 650/ હોર્સપાવર/ વાર્ષિક, બીજો ભાવ છે, મીટર 0.60 પૈસા/યુનિટ અને ત્રીજો ભાવ છે, મીટર 0.80 પૈસા/યુનિટ.

બાપુજીના નામનું બંધ પડેલું કનેક્શન નવેસરથી વારસદાર ચાલુ કરાવે તો 60 પૈસા નો ચાર્જ વસુલવામાં આવે છે. જો ખેડૂતે નવું કેનક્શન લેવું હોય તો 0.80 પૈસા, હાલ કનેક્શન પર દર મહિને, એક હોર્સ પાવર 20/ રૂપિયા વધારાનો ચાર્જ, ઉપરાંત મીટર ક્નેક્શનનું બિલ દર મહિને આવે છે.

1987માં કિસાન સંઘ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. તેમાં તેમની મુખ્ય માગણી હતી કે મીટર માંથી હોર્સપાવરના આધારે વીજળી મળવી જોઈએ. એ વખતે રૂ. 500/પ્રતિ હોર્સપાવર ચાર્જ વસુલવામાં આવતો હતો અને 14થી 16 કલાક વીજળી મળતી હતી. આ આંદોલન 19-3-1987ના રોજ શરુ થયું હતું અને તેમાં દુર્ભાગ્યપણે 19 ખેડૂતો શહીદ થયા હતા. ત્યારબાદ કેશુભાઈના સમયમાં 12 કલાક હતી, વીજળીનો સમય વધારવાની જગ્યાએ નવી નવી સરકારોએ વીજળીનો સમય ધટાડયો આ કારણે ખેડૂતોને નુકસાન થયું. 2003માં નરેન્દ્ર મોદીજી એ મીટર પ્રથા ચાલુ કરી અને વીજળીના ભાવ 850/- રૂપીયા/હોર્સ પાવર કર્યા. અને સાથે સાથે વીજળી આપવાનો સમય ઘટાડીને ફક્ત 8 કલાક જ વીજળી આપવાની શરૂઆત કરી, જે ખેડૂતો સાથે અન્યાય છે. આટલા મોટા અન્યાયના સમયે કિસાન સંઘ મૌન રહ્યું, એને એ વખતે ખેડૂતોની ચિંતા કેમ ના થઇ? આ પરથી ફરી એક વાર સાબિત થયું કે ભારતીય કિસાન સંઘ એ ખાલી ભાજપ નો એક હાથો છે, એમને ખેડૂતોની કોઈ ચિંતા નથી. નરેન્દ્ર મોદી આવ્યા પછી ખેડૂતના વારસદારની જમીનની વારસાઈ થઇ જાય છે, પરંતુ વીજળી કનેક્શનમાં વારસાઈ કરાવવા માટે પ્રતિ હોર્સ પાવર 202 રૂપિયા લેવામાં આવે છે અને સાથે સાથે સરકારે પોતાના જે બોર હતા તે પણ બંધ કરી દીધા અને નવા કનેક્શન માત્ર હોર્સપાવર ઉપર જ આપે છે.હવે ચૂંટણી નજીક આવી એટલે કિસાન સંઘને ફરીથી મેદાનમાં ઉતારી ખેડૂતોને છેતરવાનો ભારતીય જનતા પાર્ટીનો આ કારસો છે. પરંતુ હવે ગુજરાતના ખેડૂતો આ બધી રાજનીતિને સમજી ગયા છે અને આમ આદમી પાર્ટી પણ ખેડુતોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

ગાંધીનગર જિલ્લામાં 50 થી લઈને 100 હોર્સ પાવરની મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લોદ્રા, આજોલ, પુન્દ્રા, બાલવાના વિસ્તારોમાં. બનાસકાંઠામાં 50 થી 100 હોર્સપાવરની મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે.જેમાં દિયોદર આજુબાજુ 50 હોર્સપાવર,ડીસા લાખાણી આજુબાજુ 100 હોર્સપાવરની મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે.

જે ખેડૂત 100 હોર્સ પાવરની મોટર વાપરતો હોય તો 650×100= 65000/- રૂપિયા વાર્ષિક બિલ આવે. એને માસિક બિલ વડે ભાગીએ તો 5416/- રૂપિયા દર મહિને વીજળી બિલ આવે. ખેડૂત ખરેખર આટલું કમાય છે ખરો? જવાબ છે ના. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ખેડૂતો માટે આટલું વીજ ભારણ આર્થિક સંકળામણનું એક મુખ્ય કારણ છે.

આ બધા વર્ષ ભારતીય કિસાન સંઘ ક્યાં હતો? સત્તા પરિવર્તન પછી વીજળીના ભાવો અને ખેડૂતો ભુલાઈ ગયા? જો ભારતીય કિસાન સંઘ સાચે જ ખેડૂતોના મુદ્દાને લઈને ચિંતિત હોય તો સરકાર સાથે સીધો સંવાદ કરીને જ વીજળીના ભાવ ઘટાડાવી શકે છે. પણ આવું એ કરાવતા નથી. એટલા માટે જ આમ આદમી પાર્ટીની આ મુખ્ય માગણી છે કે ખેડૂતોને મળતી વીજળીના ભાવ ઘટાડવામાં આવે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે એવી નીતિઓ બનાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com