ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
2017ની જેમ 2022માં પણ સીએમ પદનો ચહેરો કૉંગ્રેસ જાહેર નહીં કરે
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં માટે વિવિધ રાજકીય પક્ષો કમર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં જ કોંગ્રેસ પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દિલ્હી ખાતે મોવડીમંડળ સાથે મુલાકાત કરી આવ્યું છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
જે બાદ પ્રદેશ સંગઠનનું માળખું મજબૂત બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના 7 કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , જીગ્નેશ મેવાણી, લલિત કગથરા, અંબરીશ ડેર , ઋત્વિક મકવાણા એમ પાંચ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખનું પદ મળ્યું છે. જ્યારે કોંગી નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને કાદીર પીરજાદાને પણ કાર્યકારી પ્રમુખનું પદ અપાયું છે.
કોંગી નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
આ પહેલા દિલ્હી ખાતે AICCના મહામંત્રી પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુંગોપાલ, પી. ચિદમ્બરમ સહિતના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક ચાલી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ અત્યાર સુધી થયેલી કામગીરીનો રિપોર્ટ હાઈકમાન્ડ સમક્ષ રજુ કર્યો હતો. બેઠક બાદ રઘુ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડશે અને 2017ની જેમ 2022માં પણ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ વખતે કોરોનામાં નિષ્ફળતા અને મોંઘવારી સહિત પેપરલીક જેવા મુદ્દાઓથી સરકારને ઘેરાશે.વિધાનસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા માટે હાઈકમાન્ડે પ્રદેશના નેતૃત્વને કડક સૂચના આપી હતી. કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે. ગુજરાત વિધાન સભાની 2022ની ચૂંટણીમાં 125 બેઠકો કબ્જે કરવા દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે.