GJ-18 મનપા દ્વારા પ્રી. મોન્સુનની વાતો કરી પણ એક ઇંચ વરસાદમાં ગંદકી, પાણી ભરાવવાની, ગાબડા, રોડ રસ્તા પર રોડ બેસી ગયાની અનેક ફરીયાદો સામે આવી છે, સ્વચ્છતાનો રેન્ક મેળવવા દોડ લગાવતા અને કામના નામે મીંડુ જેવો ઘાટ સર્જાયો છે, GJ-18 ન્યુ ખાતેના રાયસણ, કુડાસણ થી લઇને અન્ય વિસ્તારોમાં જે કીમો ચાલી રહ્યા છે, તેમાં વરસાદી સીઝનમાં કામો બંધ કરવાની તાતી જરૂર છે, ભુંગળા ગટર, પાણીના નાંખવાના કામમાં સુવ્યવસ્થિત પુરાણ ન થતાં વસાહતીઓની હાલત કફોડી બની ગઇ છે, ગાબડા પડવાની અને જમીન દબાઇ જવાની ઘટનાઓ પણ હાલ સામે આવી છે. ત્યારે પ્રી. મોન્સુનની મોટી વાતો કરતું તંત્ર ૧ ઇંચ વરસાદ પડતા ઉંધા માતે પટકાયું છે, હાલ જેવા જઇએ તો ન્યુ GJ-18 ખાતે કફોડી હાલત છે. GJ-18 OLD ખાતેના ‘જ’ રોડ ઉપર તો રોડ, રસ્તા ઉપર જે ગટરો આવેલી છે, તેનું લેવલ યોગ્ય ન હોવાથી ભારે વાહન નીકળતાં ગટરો બેસી જાય છે, ત્યારે ઘણીજ જગ્યાએ ગટરોના ઠાંકણા તુટી ગયા છે, અને ‘જ’ રોડ ઉપર એવા મહાત્મામંદિર પાસે હાલ રોડ ઉપર ગાબડું પડ્યું છે, આ ગાબડું વધુ મોટું ન થાય તેની તસ્દી તંત્રએ લેવી જાેઇએ, બાકી હજુ વરસાદની બેરીંગ જાેઇએ એવી થઇ નથી, અને વરસાદ ૫ થી ૧૦ ઇંચ વરસાદ પડતા GJ-18 ન્યુ, તથા GJ-18 OLD ખાતે ઘણી જ જગ્યાએ ગાબડા પડે તેવી શક્યતાઓ પણ જણાઇ રહી છે.