શહેરમાં પશ્ચિમમાં ૧૧.૧૪ ઇંચ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૧.૦૪ ઇંચ સૌથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી પાણી ની દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૩૪ ફરિયાદ નોંધાઇ છે અને કુલ ૭૮ ફરિયાદમાંથી ૭૪ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૩ ની કામગીરી ચાલુ છે.
અમદાવાદ
અમદાવાદમાં આજે સાંજે ચાર વાગ્યા સુધી અમદાવાદમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૪.૩૪ ઈંચ નોંધાયો છે.અમદાવાદમા તા.૧૧/૦૭/૨૦૨૨ ના સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી વાસણા બેરેજનું લેવલ ૧૨૭ ફૂટ નોંધાયેલ છે. વાસણા બેરેજના ૨ દરવાજા ૩ ફૂટ જેટલા ખુલ્લા રાખવામાં આવેલ છે.
ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્વરિત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી ચાલુ છે તેમજ નાગરિકોની સલામતી માટે તેમજ વાહનવ્યવહારની અવરજવર માટે ૨ અન્ડરપાસ પરીમલ અને દક્ષિણી હાલમાં બંધ રાખવામાં આવેલ છે તેમજ બાકીના અન્ડરપાસ સંપૂર્ણ રીતે કાર્યરત છે તેમજ વાહન વ્યવહાર પણ હાલમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં પશ્ચિમમાં ૧૧.૧૪ ઇંચ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૧.૦૪ ઇંચ સૌથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી પાણી ની દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૩૪ ફરિયાદ નોંધાઇ છે અને કુલ ૭૮ ફરિયાદમાંથી ૭૪ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૩ ની કામગીરી ચાલુ છે.