આદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો PESA એક્ટનો ગુજરાતમાં યોગ્ય રીતે અમલ થાય તેવી કૉંગ્રેસની માંગ

Spread the love

વિધાનસભા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા,કોંગ્રેસ  પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, કૉંગ્રેસ મુખ્ય પ્રવકતા મનિષ દોશી

 

“સરળ વ્યાપાર” “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” ના નામે દેખીતી રીતે જોગવાઈને નેવે મુકીને ભાજપ સરકાર અમુક પસંદગીના લોકો, મળતીયાઓને મોટા પાયે જમીન આપી રહી છે : વિધાનસભા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા

અમદાવાદ

આદિવાસીઓના હક્ક અને અધિકાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતુંકે, છત્તીસગઢની કોંગ્રેસ સરકારે ગ્રામસભાને મજબૂત બનાવતા આદિવાસી અને જંગલમાં વસતા પરિવારોની પોતાની જીવન વ્યવસ્થા, સંસ્કૃતિ,રિવાજો, પરંપરા તેમજ તેમની ઓળખને જાળવણી કરતો PESA એક્ટ સંપૂર્ણ પણે લાગુ કરવામાં આવ્યો. ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિ, જીવન વ્યવસ્થા આજે કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે આદરણીય રાહુલ ગાંધીના ઉદ્દેશ્ય મુજબ, ૨૦૧૮માં જાહેર કરેલ ઢંઢેરાના સંકલ્પને પુર્ણ કરતો PESA કાનૂનના સંપૂર્ણ જોગવાઈ છત્તીસગઢમાં લાગુ કરવાનો નિર્ણય અમલવારી જાહેર કરવામાં આવી, છેલ્લા ૨.૫ વર્ષથી રાષ્ટ્રીય અને પ્રાદેશિક જનપ્રતિનિધિઓ, પક્ષના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ સામાજિક કાર્યકરો સાથે ચર્ચા કર્યા પછી રજૂ કરેલા ડ્રાફ્ટને મંજૂર કરી PESA કાયદાને મંજૂરી આપવી એ કોંગ્રેસ પક્ષનું પ્રથમ પગલું છે અને ભવિષ્યમાં તેની વ્યવહારિકતાને ધ્યાનમાં રાખીને, સુધારા, સત્તામાં વધારો સહિતની અન્ય શક્યતાઓ ખુલ્લી છે. આ સાથે અન્ય સમાજના લોકોના હિતોના રક્ષણ માટે તેમાં વસ્તીના પ્રમાણ અંગે સ્પષ્ટ જોગવાઈઓ છે. PESA નિયમ હેઠળ, તમામ વિભાગોને ગ્રામસભાની સમિતિઓમાં પ્રતિનિધિત્વ મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગમાં ઓછામાં ઓછા 50% પ્રતિનિધિત્વની જોગવાઈ છે, આ સાથે, OBC, અનુસૂચિત જાતિ, અસુરક્ષિત વર્ગ તમામને તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વની તક મળશે. કોંગ્રેસ પક્ષ, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અને તમામ મંત્રીમંડળના સાથીઓ સાથે મળીને આદિવાસી વિસ્તારના નાગરિકોને પોતાના હક્ક અને અધિકાર ઉપલબ્ધ કરાવ્યા છે. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત જંગલમાં વસતા નાગરિકો માટે વન અધિકાર અધિનિયમ,૨૦૦૬ કાયદો એક ઐતિહાસિક અને સૌથી પ્રગતિશીલ કાયદો છે. જે સંસદ દ્વારા સંવાદ અને ચર્ચા પછી સર્વાનુમતે અને ઉત્સાહપૂર્વક પસાર કરવામાં આવ્યો હતો. જે આદિવાસી અને દેશના જંગલ વિસ્તારોમાં રહેતા પરિવારોને વ્યક્તિગત અને સમુદાય સ્તરે જમીન અને આજીવિકાના અધિકારો પૂરા પાડે છે.

તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ઑગસ્ટ ૨૦૦૯માં, કાયદોનું અક્ષરસહ અમલમાં આવે તેની ખાતરી માટે તત્કાલીન પર્યાવરણ અને વન મંત્રાલયે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, ૧૯૮૦ હેઠળ જંગલની જમીનનાં કોઈપણ ઉપયોગ માટે જ્યાં સુધી વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ આપવામાં આવેલા અધિકારોનો પ્રથમ નિકાલ ન થાય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. આ જોગવાઈ આદિવાસી અને પરંપરાગત રીતે જંગલ વિસ્તારોમાં રહેતા પરિવારો, અન્ય સમુદાયોના હિતોના રક્ષણ અને પ્રોત્સાહન માટે કરવામાં આવી હતી. પરિપત્ર મુજબ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વન અને પર્યાવરણ મંજૂરી અંગે કોઈ નિર્ણય લેતા પહેલા આદિવાસી અને અન્ય સમુદાયોના અધિકારોનું સમાધાન કરવું જરૂરી રહેશે. પરિપત્રમાં મુજબ કાયદેસર હોવા માટે આવા કોઈપણ અસરગ્રસ્ત પરિવારોની પૂર્વ જાણકારી અને સંમતિ મેળવવા માટે બંધનકર્તા રહેશે.

આદિવાસીઓના હક્ક અને અધિકાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી પરિવારોને માટે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે પેસા એક્ટની સંપૂર્ણ જોગવાઈ અમલવારી અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં ભાજપ સરકારે જારી કરેલા નિયમો અનુસાર, કેન્દ્ર સરકારે અંતિમ મંજૂરી મેળવ્યા બાદ વન અધિકારોના સમાધાન માટે મંજૂરી આપી છે. ” “સરળ વ્યાપાર” “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” ના નામે દેખીતી રીતે આ જોગવાઈને નેવે મુકીને અમુક પસંદગીના લોકો, મળતીયાઓને મોટા પાયે જમીન અપાય છે. પરંતુ આ નિર્ણયથી વિશાળ વસ્તી જે આજીવિકા માટે જંગલની જમીન પર આધારિત છે તેઓની “જીવવાની સરળતા” જોખમાઈ છે. જે ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ, ૨૦૦૬ના મૂળ ઉદેશયને નષ્ટ કરવાનો હેતુ છે. એકવાર ફોરેસ્ટ ક્લિયરન્સ મંજૂર થઈ ગયા પછી બાકીનું બધું માત્ર ઔપચારિકતા બનીને રહી જશે અને લગભગ અનિવાર્યપણે કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહીં અને પતાવટ કરવામાં આવશે નહીં. કેન્દ્ર તરફથી રાજ્ય સરકાર પર જંગલની જમીન ડાયવર્ટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વધુ દબાણ થશે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, ૧૯૮૦ને ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ, ૨૦૦૬ અનુસાર અમલમાં મુકવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ભાજપ સરકારને સંસદ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીથી છટકી રહ્યા છે. આ નવા નિયમોને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પરની સંસદની સ્થાયી સમિતિઓ સહિત અન્ય હિતધારકો સાથે કોઈપણ પરામર્શ અને ચર્ચા કર્યા વિના જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોને સંસદના આગામી સત્રમાં પડકારવામાં આવશે. આદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો પેસા એક્ટને ગુજરાતમાં સંપૂર્ણ અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com