અમદાવાદ
અમદાવાદ શહેરમાં ૧૦ જુલાઈના રોજ ૧૮ ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરની પ્રાઇવેટ સોસાયટીઓ તેમજ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી હતી. આ કુદરતી આફતના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તમામ કામગીરીઓ કરવામાં આવી હતી. AMC દ્વારા તાત્કાલિક ધોરણે જ્યાં પાણી ભરાયુ હતું ત્યાં ડી – વોટરીંગના પંપો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારમાંથી પાણીનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જાહેર સુખાકારી માટે હંમેશા કાર્યરત એવા AMCના અધિકારીઓ અને ઇજનેરો દ્વારા દિવસ રાત સતત સ્થળની વિઝીટ કરીને પાણીના નિકાલ માટે 75 થી વધુ ડી- વોટરિંગ પંપો કાર્યરત કરી દીધા હતા અને તમામ જગ્યાઓ પરથી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે જ શરૂ કરી દીધી હતી.આમ, ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદના કારણે શહેરની પ્રાઈવેટ સોસાયટીઓ/ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાવવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ જેથી જાહેર જનતાની સુખાકારી માટે AMC ના અધિકારીઓ તથા ઈજનેરો દ્વારા દિવસ રાત સતત સ્થળની વિઝીટ કરી પાણીના નિકાલ માટે ૭૫ થી વધારે ડીવોટરીંગ પંપો કાર્યરત કરી ભરાયેલ પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.