GJ-18 જિલ્લાના માણસા તાલુકો હવે માણસા શહેર નગરપાલિકા ધરાવે છે. ત્યારે જાેવા જઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નું જન્મ સ્થળ, અને હોમપીચ કહેવાય, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી વર્ષમાં ત્રણથી ચાર વખત આવે એટલે માણસા નગરપાલિકા દોડતું થઈ જાય, અને ચકાચક થઇ જાય, બાકી ગંદકી, સાફ-સફાઈ નો અભાવ, તૂટેલા રોડ રસ્તા મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઇ જવાની રાડ પડી રહી છે, છતાં તંત્ર જાણે નપાણીયું જેવી સ્થિતિ છે, પ્રજા ટેક્સ ભરે છે, પણ જે પાણી, ઘટર, રોડ, રસ્તા જાેઈએ તે આજે પણ શું વ્યવસ્થિત નથી, ત્યારે નગર સેવક એટલે શું ? તે નગરસેવકને પૂછો તો પણ ખબર નથી,નવ,ગટર,રોડ, રસ્તાના પ્રશ્નોનું સોલ્યુશન કરે એ નગરસેવક કહેવાતો, ત્યારે માણસામાં થોડા ઇંચ વરસાદ પડતાં ગંદકીના થર અને રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે. માણસા નગર પાલિકાનું તંત્ર ફેલ ગયું છે, પ્રજા ટેક્સ ભરે અને તેનું વળતર જે રોડ, રસ્તા, પાણી, સાફ -સફાઈ નો પ્રશ્ન અધ્ધરતાલ રહેતે કેમ ચાલે, ત્યારે માણસાના બજારોથી લઈને દરેક સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલ, અને ગંદકીથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ક્યારે હવે તંત્ર ક્યારે વ્યસ્ત થાય છે, તે જાેવું રહ્યું,